Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

ભાવનગરમાં ચૂંટણી ફરજ પરના ફિલ્ડ ડયુટી સ્ટાફને ૩૫૦૦ ટોપી વિતરણ કરાઇ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ભાવનગર જિલ્લામાં ચૂંટણી ફરજ પરના ફિલ્ડ ડયુટી સ્ટાફને તડકા સામે રક્ષણ મળે તે માટે ૩૫૦૦ જેટલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.   

  જેમાં ચુંટણી ફરજ ઉપરના ફિલ્ડ સ્ટાફ જેવા કે, બી.એલ.ઓ., એફ.એસ.ટી., વી.એસ.ટી., એસ.એસ.ટી, અને એસ.ઓ. ને અવસર લોગો સાથેની ટોપી ફાળવવામાં આવેલ છે. 
   ભાવનગર ચૂંટણી શાખામાંથી જિલ્લાના એ.આર.ઓ. મારફત આ ટોપીઓનું વિતરણ કરવામાં આવનાર છે. ચૂંટણી ફરજ પરના ફિલ્ડ સ્ટાફને તડકા સામે રક્ષણ મેળવી શકે તે માટે બી.એલ.ઓ., એફ.એસ.ટી., વી.એસ.ટી., એસ.એસ.ટી, અને એસ.ઓ. ને વિતરણ કરવામાં આવી હતી.

   
 
(7:37 pm IST)