Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમ ખાતે ડેડીયાપાડા વિધાનસભા નું એક ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું.

સાંસદ મનસુખભાઈ  વસાવાની ઉપસ્થિતિ માં યોજાયેલા આ સંમેલનમાં મોદી સરકારે વિવિધ યોજનાઓ થકી મહિલા ઓને આત્મનિર્ભર તેમજ સ્વાવલંબી બનાવ્યા છે. મોદી સરકારના શાસન દરમ્યાન બેટી બચાવો બેટી પઢાઓ યોજના,કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, સુરક્ષિત સુમન યોજના,ફ્રી સિલાઈ મશીન મહિલા શક્તિ યોજના,વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન,સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃત્વ વંદન યોજના, મહિલાઓને 33% આરક્ષણ આપીને આર્થિક રૂપથી મજબૂત બનાવ્યા છે વગેરે વિશે સંવાદ કર્યો હતો, સાથે દેશને મજબૂત બનાવવા માટે મોદી સરકાર ફરી એકવાર ના નારાને બુલંદ કર્યો હતો.
આ મહિલા સંમેલનમાં સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ,મહિલા આગેવાનો અને મહિલા કાર્યકર્તા બહેનો તેમજ સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા.

   
(12:03 am IST)