Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

દ્વારકામા પુષ્ટિ સમુદાય દ્વારા પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી નો ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવ અતિ ઉત્સાહ અને ભારે ધામધૂમપૂર્વક

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૫

પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી નો ૫૪૭માં પ્રાગટ્ય મહોત્સવ અતિ ઉત્સાહ અને ભારે ધામધૂમપૂર્વક દ્વારકા બેઠકજી ખાતે ઉજવાયો હતો.

       પ.પુ.ગો. શ્રી કાલીન્દીવહુજી શ્રી નટવરગોપાલજી મહારાજ શ્રી નવી હવેલી દ્વારકા, બરડીયા, પોરબંદર, વેરાવળ, વડનગર, રાજકોટ, કંપાલા હવેલીવાળા ની અધ્યક્ષ સ્થાને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધામ થી ઉજવવામાં આવેલ , આ તકે શ્રી મહાપ્રભુજીના દ્વારકા બેઠકજી કિર્તન મંડળી, રાસ મંડળી સાથે પ્રસ્થાન થઇ નવી હવેલી દ્વારકામાં ઠાકોરજી સાથે પધારેલ. જ્યાં ભાવભીનું સ્વાગત પૂજન સાથે

 તેમજ સિવણ કલાસની બહેનો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરી ભાવ વાહી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો . આ પ્રસંગે શોભાયાત્રા દ્વારકાના મુખ્ય માર્ગો પર થઇ મહાપ્રભુજી બેઠક પર સંપન્ન કરવામાં આવેલ. શ્રીવલ્લભાચાર્ય ચેરિટી ટ્રસ્ટ દ્વારકાના અધ્યક્ષ મહોદયા પુ.પા.ગો.108  શ્રી કાલીન્દીવહુજી શ્રીનટવરગોપાલજી મહારાજની આજ્ઞાઅનુસાર 

અંતે દ્વારકા મહાપ્રભુજી ની બેઠક ખાતે રાત્રિ ના નંદ મહોત્સવ મા મોટી સંખ્યામાં વાયશનાવો ઉપસ્થિત રહી પ્રાગટ્ય ઉત્સવ ઉજવી મહા પ્રશાદ નો લાભ લીધેલ.પ્રાગટ્ય ઉત્સવ રાત્રિ ના દસ વાગ્યા સુધી યોજાયો હતો.(તસ્વીર:દિપેશ સામાણી-દ્ધારકા)

(10:52 am IST)