-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
આ ચૂંટણી નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની છે: જે.પી. નડ્ડા
ગાંધીધામમાં વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો મેગા રોડ શો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : લોકસભાના ચૂંટણી જંગન પ્રચારનો માહોલ હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો અને જાહેરસભાઓ યોજી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ગાંધીધામમાં યોજાયેલ મેગા રોડ માં જંગી માનવ મેદની ઉમટી પડી હતી. આ રોડ શો વિવિધ સમાજોના ટેબ્લો એ વિવિધતામાં એકતા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત નું દર્શન કરાવ્યું હતું. રોડ શો સાથે આયોજિત સભાને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું.
તેમણે વિનોદભાઈ ચાવડા જબ્બર જન સમર્થન સાથે ત્રીજી વખત ચુંટાઈ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કંડલા મહાબંદર દ્વારા દેશભરમાં થતાં આયાત નિકાસના વ્યવસાય સાથે રોડ, રેલવે, એર કનેક્ટિવિટી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ હોવાનું જણાવ્યું હતું. ભાજપના મોરબી કચ્છ બેઠકના ઉમેદવાર સૌને મતદાન મારે અપીલ કરી દેશના સુરક્ષિત ઉજ્જવળ ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વાર સત્તા સોંપવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, મોરબી અને કચ્છના ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમ જ લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.