Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર.

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ રેલીનું શકત શનાળા ખાતે સમાપન થયું હતું. બાદમાં અહીં સભા યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય આગેવાનોએ મતદાન થકી જ ભાજપને આક્રોશથી જવાબ આપવાનો સમાજને હુંકાર કર્યો હતો.


શકત સનાળા ખાતે સંકલન સમિતિના આગેવાનોની ઉપસ્થિતીમાં ક્ષત્રિય સમાજની સભા યોજાઈ હતી. જેમાં રમજુભા જાડેજાએ જણાવ્યું ક્ષત્રિય આંદોલન અસ્મિતા જાળવવા માટે છે. આ આંદોલન રાજ્ય અને દેશની પ્રજા માટે પણ છે. કોઈ પણ શાશનમાં અતિની ગતિ નથી. ખોટી વસ્તુને સાબિત કરવાની ટેવ પડી ગઈ છે. ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ થયો છે. સત્તા માટે અમુકને હલકા કરો અમુકને ઉંચા કરો આ ક્યાં પ્રકારનો ન્યાય છે ? તેઓ કેટલીય વસ્તુઓ અને અરજીઓ પુરી કરવા તૈયાર હતા, પણ સમગ્ર અસ્મિતા લડાઈની તોલે કંઈ જ ના જોઈએ. આ લડત લાંબો સમય ચાલી શકે તો રણનીતિ બદલતી રહેશે પણ નીતિ હંમેશા સમાજ અને અન્ય સમાજના હિતની રહેશે.
   પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું જે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેનાથી મોદી સાહેબ ભીસાયા હતા એટલે જામ સાહેબ પાસે ગયા હતા. જયદેવસિંહે જણાવ્યું હતું કે કાંતિભાઈએ રતનદુખીયા કીધા હતા આજે તેનો ગઢ ગજવીને આવ્યો છું. માત્ર મોદીના નામે જ વોટ માંગો છો. એક કામ તો પોતાનું બતાવો.
    આ સભામાં સંકલન સમિતિનાં રમજુભા જાડેજા, ધ્રુવનગર સ્ટેટના ધર્મેન્દ્રસિંહ આનંદરાજા, માળિયા સ્ટેટના પૃથ્વીરાજસિંહ, મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, રાજપૂત સમાજ પ્રમુખ દશુભા ઝાલા , રાજપૂત સમાજ પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, કનકસિહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 am IST)