Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાજકોટનાં પેટ્રોલ ડિઝનના ભાવની સાઇડ લીંબુએ કાપી નાંખીઃ છૂટક કિલોના ૧૬૦ થી ૧૮૦

૭ મીએ મતદાન હોવાથી યાર્ડ દ્વારા રજા જાહેર કરાઇ

રાજકોટઃ  રાજ્યમાં ગરમીનો પારો 41-42 ડિગ્રીને પાર થઈ ગયો છે. તે સાથે બજારમાં લીંબુની ડિમાન્ડ વધતા ભાવ આસમાને આંબી ગયા છે. રાજકોટમાં પેટ્રોલ-ડિઝલની પણ સાઈડ લીંબુએ કાપી નાંખી છે. રાજકોટ યાર્ડમાં જથ્થાબંધ લીંબુનો ભાવ 140 રૂપિયા થઈ ગયો છે. છૂટક બજારમાં લીંબુના કિલોના 160થી 180 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કિલા એ 10 રૂપિયાનો વધારો થયો છે.

 

યાર્ડમાં લીંબુની આવક રેગ્યુલર છે પરતું ભાવમાં વધારો થયો છે. લીંબુની સાથે છૂટક બજારમાં બટેટાના ભાવમાં પણ વધારો થયો છે. યાર્ડમાં 20 કિલો બટેટાના 600 રૂપિયા છે. પરતું બજારમાં કિલો બટેટાના 40 રૂપિયા લેવામાં આવતા ગૃહિણીઓના બજેટ વિખાયા છે. આગામી 7મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી રાજકોટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે.

(1:13 pm IST)