-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકોટ શહેર પોલીસે લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૧ હજાર શખ્સો સામે અટકાયતી પગલાં લીધા: દેશી-વિદેશી દારૂના ૧૦૫૨ કેસ કર્યા: ૨૬૯૧ લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા, નાસતા ફરતા ૪૫ શખ્સોને પકડ્યા: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની રાહબરીમાં કામગીરી

રાજકોટ: મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. શહેરમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, તમામ ડીસીપીશ્રીઓની રાહબરીમાં એસીપીશ્રીઓના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચ દ્વારા કુલ ૧૧ હજાર શખસો સામે અટકાયતિ પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આચારસંહિતાથી લઇ આજ સુધી પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો જાહેર થઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બે તડીપાર, ૩૨ પાસા, પ્રોહીબીશનના ૯૩ ૧૧૧૦૮ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર અંગે કુલ ૯ કેસો કરવામાં આવ્યા હતાં. જેમાં ૯ હથિયાર ઉપરાંત ૧૩ કાર્ટિસ પણ કબ્જે કરાયા હતાં. દારૂ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં દેશી અને વિદેશી મળી કુલ ૧૦૫૨ કેસો કરાયા હતાં.જેમાં ૩૯.૪૬ લાખનો દારૂ કબ્જે કરાયો હતો.
માદક અને નશીલા પદાર્થ અંગે બે કેસો કરી રૂા. ૩.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ઉપરાંત જ્યારે ચૂંટણીને લઈને શહેરમાંથી ૨૬૯૧ લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા હતાં. બીજી તરફ નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ १३ કરાયેલ ઝુંબેશમાં ૪૫ શખ્સોને ઝડપી લેવાયા હતાં. જ્યારે પ૨૮૫ નોન બેલેબલ વોરન્ટોની બજવણી કરાઈ હતી. બીજી તરફ ચૂંટણીને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં અધિકારીની નિમણુંક કરાઈ છે. લોકો તરફથી કરવામાં આવતી ફરિયાદો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરાઈ રહી હોવાનું અને મોનિટરિંગ રાખવામાં આવી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં શહેરના હિસ્ટ્રીશીટરો, માથાભારે શખ્સો સહિતનાઓ ઉપર વોચ રાખવા ઉપરાંત અટકાયતી પગલાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.