Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

‘જુનાગઢ જવુ છે ટ્રેન કયારે નીકળશે' ગેઇટમેનને પુછયા બાદ યુવાને ટ્રેન હેઠળ કુદી જીવ દીધો

કોઠારીયા સોલવન્‍ટ નજીક બનાવઃ અજાણ્‍યા યુવાને ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમાં મી.દેવ ત્રોફાવેલ છેઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા.૪: શહેરના કોઠારીયા સોલવન્‍ટ નજીક ફાટક પાસે અજાણ્‍યા યુવાને ગેઇટમેનને ટ્રેનનો સમય પુછયા બાદ ટ્રેન આવતા પડતુ મુકી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શહેરના કોઠારીયા સોલવન્‍ટ નજીક ફાટક પાસે આશરે ૩૦ વર્ષના અજાણ્‍યા યુવાને ટ્રેન હેઠળ કુદી આપઘાત કરી લીધો હતો. ગેઇટમેન જોઇ જતા તેણે તાકીદે ૧૦૮મા જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ.એ.આર. રાઠોડ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં આ અજાણ્‍યો યુવાન ગઇકાલે ગેઇટમેન પાસે આવ્‍યો હતો. અને ‘મારે જુનાગઢ જવુ છે. ટ્રેન નીકળવાનો ટાઇમ શું છે' તેમ પુછતા ગેઇટમેને કહયું કે ટ્રેન અહી ઉભી ન રહે સ્‍ટેશને જવુ પડે'' તેમ કહેતા યુવાન ત્‍યાંથી જતો રહયો હતો. દરમ્‍યાન ટ્રેન નીકળતા યુવાને ટ્રેન હેઠળ જંપલાવી દીધુ હતું. યુવાને ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમાં મી.દેવ ત્રોફાવેલ છે. તેણે લાલ અને સફેદ કલરની ટોપી તથા પીળા કલરનું ટી-શર્ટ અને ગે્ર કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ સ્‍ટેશન ફોન નં.૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(1:58 pm IST)