-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
૧૩ લાખનો ઉધાર માલ ખરીદી આપેલ ચેક રિર્ટન થતા મોરબીના ટાઇલ્સના વેપારીને ૧ વર્ષની સજા

રાજકોટ તા.૪:ઉધાર માલ લઈ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા, મોરબીના ટાઈલ્સના વેપારીને મોરબીના એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટના જજશ્રીએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. ૧૩,૯૫,૩૩૨/- નો ડબલ રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯% વ્યાજ સહિત વેપારીને ચુકવવાનો હુકમ મોરબી કોર્ટે કરેલ હતો.
અત્રેના બનાવની વિગત એવી છે કે, મોરબીના વેપારી-કુશ સીરામીકના નામે ધંધો કરતા મયુર કાનજીભાઈ ભીમાણી પ્રોપરાઈટરે મોરબીના કીરા સીરામીક પ્રાઈવેટ લી. પાસેથી વર્ષૅં૨૦૧૯-૨૧ માં ઉઘારમાલ-ટાઈલ્સ ખરીદ કરેલ હતી. અને તેઓએ તેમના બદલામાં તેમની બેંકનો ચેક આપેલ હતો. જે ચેક આપતી વખતે ફરિયાદીને એવું વચન અને વિશ્વાસ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાંખશો ત્યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરિયાદીએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ન ચુકવતા મોરબીના એડી. ચીફ જયુડી. મેજી ની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એકટ-૧૩૮ મુજબ ફરિયાદીએ કેસ દાખલ કરેલ.
ત્યારબાદ આરોપી સામ કોર્ટે સમન્સની બજવણી કરતા આરોપી તેમના એડવોકેટ સાથે રૂબરૂ હાજર થયેલ અને આરોપીએ અમોને ગુનો કબુલ ન હોય જેથી કેસ આગળ ચલાવવા માંગતા હોય તેથી આ કેસ ચાલી ગયેલ. જેમાં ફરિયાદીના એડવોકેટશ્રીએ જરૂરી આધાર પુરાવાઓ તેમજ વિવિધ ચુકાદાઓ તથા દલીલ કરતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ રૂ.૧૩,૯૫, ૩૩૨/- નો ડબલ રકમનો દંડ તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯% વ્યાજ સહિત વેપારીને ચુકવવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી કોર્ટમાં સજાના હુકમ અંગે હાજર ન થતાં કોર્ટ દ્વારા ચેક મુજબની રકમ, દંડ ન ભરતા આરોપી સામે સજાનું વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ફરિયાદી કીરા સીરામીક પ્રા.લી. વતી - એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા, પુનમબેન ગોસ્વામી રોકાયેલ હતા.