Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

આજીડેમ વિસ્તારની ૧૭ વર્ષની સગીરાને હિતેષ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.૪ : શહેરના આજીડેમ ચોકડી પાસેથી ભાવનગરપંથકની સગીરાને ભાવનગરનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ભગાડીજતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભાવનગર પંથકની હાલ રાજકોટ નર્સિગનો અભ્યાસ કરતી ૧૭ વર્ષની સગીરા ગત તા.ર૮-૪ના રોજ ભાવનગર જવા માટે આજીડેમ ચોકડી પાસેથી લાપતા થતા તેના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરીહ તી. તપાસ દરમિયાન ભાવનગરના મહુવામાં જનતા પ્લોટમાં રહેતો હિતેષ સોલંકી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે હિતેષ સોલંકી સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ એચ.જે. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)