-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હત્યાની કોશિષના ગુનામાં કબજે થયેલ રિવોલ્વર અને લાયસન્સ પરત કરવા આદેશ

રાજકોટ તા. ૪ : અત્રે પડધરીથી અડબાલકા રોડ ઉપર આવેલ આર્યન બીટસ કારખાના પાસે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ જાડેજા નાગરીક બેંકના સીકયુરીટી ગાર્ડ પાસે જઈ ૫૨વાના વાળી રીવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ખુનની કોશીષનો ગુનો આચરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે કબજે થયેલ પરવાના વાળી રીવોલ્વર તથા તેનુ અસલ ૫૨વાના લાયસન્સ પરત મળવા અરજદાર આરોપી શૈલેષ તળપદા દ્વારા કરવામાં આવેલ અરજી રાજકોટની સેસન્સ અદાલતે મંજુર કરતો હુકમ ફરમાવી મુદામાલ નાઝરશ્રી ને પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપી અને પડધરી પોલીસે અરજદારને સોપી આપવા હુકમ ફરમાવેલ છે.
બંને પક્ષે ની રજુઆતો તથા રેકર્ડપરના રજુ રાખેલ દસ્તાવેજી પુરાવો લક્ષે લેતા સદર ગુનાના કામે પ૨વાના વાળુ હથીયાર રીવોલ્વર તથા અસલ હથીયાર પરવાનો નાઝર કસ્ટડીમા હોય ગુનાની એફ.આઈ.આર અને તેને આનુસંગીક પ્રોસીડીંગ રદ થયેલ હોય અગાઉ ના સેસન્સ જજ દ્વારા હથીયાર સોપવા હુકમ કરેલ પરંતુ હથીયાર પરવાનો રીન્યુ થયેલ ન હોવાથી હથીયાર મેળવેલ ન હતુ જે પરવાનો રીન્યુ કરવામા આવેલ હોવાનો હુકમ રજુ કરેલ છે તે તમામ હકીકતો અને સંજોગો ધ્યાને લેતા જે લાઈસન્સ અસલ મુદામાલ તરીકે નાઝર ની કસ્ટડીમા છે તે તથા રીવોલ્વર બંને અરજદાર મેળવવા હકદાર થતા હોવાનુ જણાય આવે છે જેથી અરજી મંજુર થવા પાત્ર હોય નાઝરશ્રી એ બંને મુદામાલ પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપવો અને પોલીસે ખરાય કરી અરજદારને સોપી આપવા હુકમ ફરમાવવામા આવેલ છે.
ઉપરોકત કામમા અરજદાર શૈલેષ હંસરાજભાઈ તળપદા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલ હતા.