Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

પૂ. ધીરગુરૂદેવના અનુગ્રહે વિનામૂલ્‍યે ઉનાળુ છાશ વિતરણ

રાજકોટ : શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્‍ટ - રાજકોટના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી દર વર્ષની જેમ વિનામૂલ્‍યે ઉનાળુ છાશ વિતરણ યોજના અંતર્ગત ધોરાજીમાં ગુલાબબેન કેશવલાલ વોરા અને તારાબેન જેઠાલાલ મોદી (કલકત્તા), રાજકોટમાં શ્રી જશ - પ્રેમ - ધીર સંકુલ, વૈશાલીનગરમાં મંજુલાબેન ઉત્તમચંદ મોદી, શ્રમજીવીમાં રંજનાબેન જયંતીભાઇ કામદાર, મનહરભાઇ અને મુકતાબેન પારેખ (અમેરિકા) તેમજ લાખાણી પરિવાર, સુવિધિ બોટાદરા, શૈલી સિધ્‍ધાર્થ વોરા વગેરે સહભાગી બન્‍યા છે. ગોળ અને કેરીનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવે છે. આ યોજનામાં લાભ લેવા મો. ૯૯૭૯૨ ૩૨૩૫૭નો સંપર્ક કરવા જણાવાયું છે

(2:49 pm IST)