-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
તનાવ ભર્યા યુગમાં વરદાન વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ- પહેલા દિવસે મને ખૂબજ ઉંડો અનુભવ થયો અને બીજા દિવસથી હું રસ્તો જોઇ રહ્યા છું, પરંતુ એવો અનુભવ નથી થતો.
તે નહી થાય. કેમ કે પહેલા દિવસે જે અનુભવ થયો તે અહંકારનો ભાગ બની ગયો. જાણે કે ખૂબજ ઉંડો અનુભવ મને થયો છે. હવે આ અહંકાર બીજા દિવસથી રાહ જોશે કે મને તો થવો જોઇએકેમ કે મને થઇ ચુકયો છે. હવે અનુભવ નહિ થાય તો, વિષાદ મનને પકડશે.
અને ધ્યાન રાખો, જ્યાં અહંકારે રસ લીધો, જ્યાં અહંકારે શ્વાસ લીધો, ત્યાં પ્રક્રિયા રોકાઇ જાય છે. તો જો તમને ઉંડો અનુભવ થાય, તો થવા દો. પછી તેમને ભૂલી જાવ મહેરબાની કરીને. તેમને સ્મૃતિનો ભાગ બનાવવાની જરૂરત નથી. અને બીજા દિવસે તેમની રાહ જોવાની કોઇ જરૂરત નથી. અપેક્ષા કરવાની પણ કોઇ જરૂરત નથી. કેમ કે પહેલા દિવસે એટલા માટ થયો હતો કે તમારા અહંકારને કોઇ ખબર નહોતી કે એવું થઇ શકે છે તો અહંકાર મૌન હતો. હવેબીજા દિવસે નહી થાય. કેમકે અહંકાર અંદર ઉભો છે, તે કહી રહ્યો છે કે કયારે થશે, હવે થવો જોઇએ. કેમ કે મને થયો છે તો હવે થવો જોઇએ. હવે તમે આક્રમક થઇ ગયા. તે અનુભવ ને માટે હવે તમે એગ્રેસિવ છો. હવે તમે પેસિવ નથી. હવે તમે પ્રતીક્ષા નહી કરી શકો, અપેક્ષા કરી રહ્યા છે. પહેલા દિવસે તમને કોઇ જાણ ન હતી.
એટલા માટે જો આ થાય છે કે જ્યારે તમને કોઇ પણ ખબર નહી હોય, પરંતુ તમે જાણો છો કે તમને શું થશે, ત્યારે થઇ જાય છે.કેમ કે વચમાં અહંકાર નથી હોતો. હવે જયારે થઇજાય છે, ત્યારે મુશ્કેલી શરૂ થાય છે, કેમ કે અહંકાર ઉભો થઇ જાય છે. તે કહે છે, બરાબર, હવે તો મને થવો જોઇએ. પછી થવાનું બંધ થઇ જાય છે.
આ અંતર્યાત્રામાં ‘‘હોવું જ જોઇએ'' કે ‘‘થવું જોઇએ'' જેવા શબ્દોને બિલકુલ ભૂલી જવ. અહીં કોઇ શરત નથી. જે થયું છે, જો તમે ખૂબજથી પકડયું છે તો બીજીવાર કયારેય પણ નહી થાય. અને ખરેખર એવું થાય છે કે સાંધનાની પ્રક્રિયામાં જ્યારે કોઇ ગહન અનુભૂતિ પહેલી વાર ઉતરેછે, તો સાધક આ ખરાબ રીતે તેમને ચોટી જાય છે કે એ જન્મમાં બીજીવાર તેમને ઉપલબ્ધ કરી નહિ શકે. પછી બીજા જન્મ સુધી રાહ જોવી પડશે, જયા સુધી કે સ્મૃતિ બિલકુલ દબાઇ ન જાય અને ભુલી ન જાય.
જો ધ્યાન રાખવું, ન થવાથી પણ કયારેક-કયારેક થવું ખરતનાક સાબિત થઇ શક છ, જો અહંકારે જેમાં રસ લીધો, જો તમને થાય તો પણ તેને તમે એવું ન સમજતા કે મને થયો છે, એવું જ સમજવું કે પ્રભુના અનુકંપા છે.
આ બંનેમાં તફાવત છે. એટલા માટે ધ્યાન પછી હું સતત તમને કહું છું કે પ્રભુનો અનુગ્રહ સ્વીકારી લો. તે એવા કારણ માટે કે તમને ખ્યાલ ચાલુ રહે છે. આ તેમનો પ્રસાદ છે, મારા ઉપલબ્ધિ નથી. આ મે નથી મેળવ્યું, તેમણે આપ્યું છે. જો મેં મેળવ્યું છે, તો હું કાલે ફરીથી મેળવવાની કોશિષ કરીશ અને જો તેમણે આપ્યું છે, તો હું પ્રતીક્ષા કરીશ. આપે તો તેમની ઇચ્છા, ન આપે તો તેમની ઇચ્છા.
ઓશો
ધ્યાન કે કમલ
સંકલનઃ-સ્વામિ સત્ય પ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬
આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશો કહે છે. ‘‘મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?
આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.
પヘમિના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજનીિ વક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.
સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૫ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સ્વામિ સત્યપ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬