-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હવે કરદાતાઓ જુના અથવા નવા સ્લેબ રેઇટથી રીર્ટન ભરી શકશે
કરદાતાએ પોતાને અનુ કૂળ નવા-જુના ટેક્ષ રેઇટની પસંદગી કરી શકશે

૨૦૨૦નાં બજેટમાં નાણામંત્રીએ વ્યકિતગત તથા એચ.યુ.એફ. માટે ઇન્કમ ટેક્ષનો જુની પ્રણાલીકાનો સ્લેબ રેઇટ ચાલુ રાખ્યો તેમજ એક નવો સ્લેબ રેઇટ પણ જાહેર કરેલ છે. કરદાતાને પોતાને અનુ કૂળ પડે તે બે માંથી કોઇપણ સ્લેબ રેઇટ પસંદ કરી આવકવેરો ભરી રીર્ટન ભરી શકે છે.
જુનો સ્લેબ રેઇટ : જેમાં સીનીયર સિટીઝનને રૂ. ૩,૦૦,૦૦૦, સુપર સીનીયર સીટીઝનને રૂ. ૫,૦૦,૦૦૦ કરમુકત.
કરને પાત્ર આવક |
જુનો ટેક્ષ રેઇટ |
રૂ. ૨,૫૦,૦૦૦ |
કાંઇ નહિ |
ત્યારબાદના રૂ. ૨,૫૦,૦૦૦ (૫,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦) |
૫% |
ત્યારબાદના રૂ. ૫,૦૦,૦૦૦ (૧૦,૦૦,૦૦૦-૫,૦૦,૦૦૦) |
૨૦% |
રૂ. ૧૦,૦૦,૦૦૦થી વધુ આવક ઉપર |
૩૦% |
(આ ઉપરાંત એજ્યુકેશન તથા અન્ય સરચાર્જ )
જુનો સ્લેબ પસંદ કરનારને અગાઉની જેમ જ તમામ રોકાણો, ડીડશન રીબેટ વગેરે મળતા હતા તે મળશે.
નવો સ્લેબ રેઇટ
કરપાત્ર આવક |
ટેકસ સ્લેબ રેઇટ |
રૂ. ૨,૫૦,૦૦૦ સુધી |
કાંઇ નહી |
રૂ. ૨,૫૦,૦૦૦ થી રૂ. ૫,૦૦,૦૦૦ |
૫% |
રૂ. ૫,૦૦,૦૦૦ થી રૂ. ૭,૫૦,૦૦૦ |
૧૦% |
રૂ. ૭,૫૦,૦૦૦ થી રૂ. ૧૦,૦૦,૦૦૦ |
૧૫% |
રૂ. ૧૦,૦૦,૦૦૦ થી રૂ. ૧૨,૫૦,૦૦૦ |
૨૦% |
રૂ. ૧૨,૫૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦,૦૦૦ |
૨૫% |
અને રૂ. ૧૫,૦૦,૦૦૦ વધુ જે કાંઇ હોય તે |
૩૦% |
(આ ઉપરાંત એજ્યુકેશન તથા અન્ય સરચાર્જ)
આમ નવા ટેકસ સ્લેબમાં છ સ્લેબ આપવામાં આવેલ છે પરંતુ નવા સ્લેબમાં આવક એટલે તમામ પ્રકારની આવક ગ્રોસ આવક તરીકે ગણાશે. તે આવકમાંથી કલમ ૮૦/સી મેડીકલ વિમા પ્રીમીયમ કે અન્ય કોઇપણ પ્રકારના રીબેટ કે ડીડશન બાદ નહી મળે. કુલ આવક ઉપર ટેક્ષ રેઇટ મુજબ ભરવાનો રહેશે.
દુનિયાના લગભગ તમામ દેશોમાં આ નવા સ્લેબ મુજબની પ્રથા ચાલે છે. આપણે ત્યાં આવક પ્રમાણે જુદો છ સ્લેબ રેઇટ એટલે કે ૫% થી ૩૦% આવક મુજબ ટેક્ષ ભરવાનો સ્લેબ આપેલ છે. જ્યારે વિદેશોમાં કુલ આવક ઉપર ૧૫% થી ૪૦% સીધો ટેક્ષ રેઇટ છે.
બંને સ્લેબ રેઇટના ફાયદા - ગેરફાયદા અને વિશેષતા
(૧) સામાન્ય રીતે નોકરીયાત વર્ગ પોતાની આવકમાંથી પ્રોવીડન્ડ ફંડ સ્ટાન્ડર્ડ ડીડશન, H.R.A., LTC હાઉસીંગ લોન વ્યાજ / હપ્તાઓ જુની પ્રથામાંથી બાદ મળતા હોવાથી તેઓને લાભદાયક છે. કારણ કે પગારમાંથી થોડી ઘણી બચતો તથા અમુક સવલતો બાદ મળતા તેઓ જુના સ્લેબને જ પસંદગી આપશે.
(ર) પગારદાર પોતાની કુલ (ગ્રોસ) આવકમાંથી ફરજીયાત રોકાણ કરાવી બાકીની વધતી માસીક આવકમાંથી ઘર ચલાવી લેવા ટેવાયેલ હોય છે. તેમજ તે બચતો કરવાથી ઇન્કમટેક્ષનું ભારણ પણ ઓછું આવે - ઓછો ટેક્ષ ભરવાનો થાય, તેવું પસંદ કરશે.
(૩) તેની સામે વેપારી, ઉદ્યોગપતિ કે વ્યવસાયી વ્યકિતઓ વર્ષ દરમિયાન કરાયેલ વાર્ષિક આવક પોતાના ધંધા, વ્યવસાયમાં જ ઉપયોગ કરવા ઇચ્છતા હોય છે. તેઓએ બેંકોમાંથી લીધેલ લોનનું વ્યાજ ઘટાડવા તેમજ અનસિકયોર્ડ લોનને પરત આપવા ઇચ્છતા હોય છે. તેમજ વર્ષ દરમિયાન કમાયેલ આવક પોતાના ધંધામાં અથવા અન્ય નવા ધંધામાં રોકાણ કરવા ઇચ્છતા હોય. ઇન્કમ ટેક્ષ ભરી દેવામાં માનતા હોય છે. પરંતુ ટેક્ષ બચાવવા લાંબાગાળાનું ફરજીયાત રોકાણ કરવા ઇચ્છતા નથી. માટે તેઓ નવો સ્લેબ વધુ પસંદ કરશે.
(૪) ભવિષ્યમાં ભારતમાં પણ વિદેશોની જેમ તમામ સ્ત્રોતમાંથી આવકમાંથી ટેક્ષ ફ્રી આવક ઉપર ઇન્કમટેક્ષ ભરવાનું થઇ જશે. પરંતુ હાલ સરકારને પૈસાની જરૂરીયાત હોવાથી લોકોની બચતો - સરકારને ધીરાણ કરેલ એકજાતનું ફંડ છે. માટે જુની પ્રથા પણ ચાલુ જ રાખેલ છે. જે સરકારને ડેફીસીટ બજેટમાં ઉપયોગ થાય છે.
નિતીન કામદાર (CA)
૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ.
મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮
info@nitinkamdar.com