-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દેશમાં કોરોનાના ૯૩,૩૩૭ કેસ નોંધાયા, ૧૨૪૭નાં મોત
૨૪ કલાકમાં ૯૫૮૮૦ કોરોનાથી સ્વસ્થ્ય થયા : દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં વધારો

નવી દિલ્હી, તા. ૨૦ : ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૩૩૩૭ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૩૦૮૦૧૪ સુધી પહોંચી ગઈ છે. ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૨૪૭ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૮૫૬૧૯ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૭૯.૨૮ ટકા સુધી પહોંચ્યો છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૫૮૮૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૨૦૮૪૩૧ સુધી પહોંચી ગયો છે. શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો પ્રથમ વખત દસ લાખને ઓળંગીને ૧૦૧૩૯૬૪ સુધી પહોંચ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૯૦૪૯૧૦૯૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૫૧૭૪૦ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૦૭૭૬૯૭૫ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૬૭૬૨૩૮૧ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.