Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2024

પીએમ મોદીએ રામલલ્લાના દર્શન કર્યા: 'સાષ્ટાંગ દંડવત' કર્યા: અયોધ્યામાં ભવ્ય રોડ શો:જબરી જન મેદની ઉમટી

લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા પીએમ મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો ;આ પહેલા તેઓ રામ મંદિર પહોંચ્યા અને રામલલાના આશીર્વાદ લીધા.

નવી દિલ્હી : 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રામ લલ્લાના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા. રામલલાની પૂજા કર્યા બાદ નરેન્દ્રભાઈ  મોદીએ અયોધ્યામાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના થોડા દિવસો પહેલા ભગવાન રામના આ દર્શન કર્યા હતા.

   ચૂંટણી પ્રચારના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે નરેન્દ્રભાઈ  મોદી રવિવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત માટે અયોધ્યાને સંપૂર્ણ રીતે સજાવવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગોલ્ડન કુર્તા-સફેદ પાયજામા અને ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. વડાપ્રધાને 'સાષ્ટાંગ દંડવત'માં ભગવાન રામ લલ્લાની મૂર્તિને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. આ પછી, તેઓ બે કિલોમીટર લાંબા રોડ શો માટે નીકળ્યા, જ્યાં નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક મેળવવા માટે દરેક જગ્યાએ લોકો એકઠા થયા હતા.

   આ રોડ શો સુગ્રીવ કિલ્લાથી શરૂ થઈને લતા ચોક ખાતે સમાપ્ત થશે. રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “અયોધ્યાના લોકોનું હૃદય પણ ભગવાન શ્રી રામ જેટલું જ વિશાળ છે. રોડ શોને આશીર્વાદ આપવા આવેલા લોકોને શુભેચ્છાઓ!”

   આ પછી વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાનમાં ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે. આ પહેલા પીએમ મોદીએ ઈટાવામાં જનસભાને પણ સંબોધિત કરી હતી.

   ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો પ્રચાર રવિવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. સંભલ, હાથરસ (SC), આગ્રા (SC), ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન, આમલા અને બરેલીમાં 7 મેના રોજ મતદાન થવાનું છે.

https://twitter.com/ANI/status/1787127427900043536

(12:00 am IST)