Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

કંબોડિયા: લશ્કરના હથિયારોના ડેપોમાં વિસ્ફોટ, ૨૦ સૈનિકોના મોત

કંબોડિયાના વડા પ્રધાને કહ્યું છે કે સેનાના હથિયારોના ડેપોમાં વિસ્ફોટમાં ૨૦ સૈનિકોના મોત થયા છે.

 સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક સંદેશમાં, વડા પ્રધાન હુન માનેટે કહ્યું કે તેઓ શનિવારે બપોરે બનેલી ઘટનાથી ખૂબ જ  વ્યથિત છે.

વડાપ્રધાનના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં ઘણા સૈનિકો ઘાયલ પણ થયા છે.

 આ વિસ્ફોટ દક્ષિણી કંબોડિયાના કેમ્પોંગ સ્પુ પ્રાંતમાં એક સૈન્ય મથક પર થયો હતો.

 આ વિસ્ફોટ કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

 

 વડાપ્રધાને માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે અને લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો છે.

(9:52 pm IST)