Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી

ગુરુચરણ સિંહે ખુલાસો કર્યો હતો તે એક્ટિંગમાં શોખના કારણે નહીં પરંતુ દેવું ઉતારવા માટે આવ્યો હતો

મુંબઈ :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થયાં બાદ પોલીસ સતત તેણે શોધી રહી છે. દિલ્હીમાં તે લાપતા થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ગુરુચરણ લાપતા થયો હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યાં છે. ફેમિલીની સાથે ફેન્સ અને તેના સેલિબ્રિટી ફ્રેન્ડ્સ પણ તેની સલામતીની દુઆ કરી રહ્યાં છે.

  ગુરુચરણ સિંહ લાંબા સમયથી તારક મહેતા.. શૉથી જોડાયેલો હતો. તેનું પંજાબ કોમેડી કેરેક્ટર ઘણું જ ફેમસ થયું હતું. એટલું જ નહીં તેણે જ્યારે પહેલી વખત શૉ છોડ્યો ત્યારે ફેન્સની ભારે ડિમાન્ડ બાદ તેણે વાપસી કરવી પડી હતી. જો કે બીજી વખત તેણે તારક મહેતા શૉને અલવિદા કહી દીધું જે બાદ તે પરત ન ફર્યો.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ગુરુચરણ સિંહ માટે વરદાનરુપ સાબિત થયો હતો. આ શૉ પહેલા તે દેવામાં ડૂબેલો હતો. જે ચુકવવા માટે તેણે તારક મહેતા કા ઉલ્ટ ચશ્માની કાસ્ટ જોઈન કરી. પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધી રોશનસિંહ સોઢીનો ખુશમિજાજ અંદાજ ભારે ચર્ચામાં રહ્યો.

   ગુરુચરણે 2008-2013 સુધી શૉ સાથે જોડાયેલો રહ્યો. જે બાદ અસિત મોદી સાથેના કેટલાંક વિવાદને કારણે તેણે શૉ છોડી દીધો હતો. જો કે ત્યાં સુધીમાં તે એટલો પોપ્યુલર થઈ ગયો હતો કે બીજા કોઈ એક્ટરને ફેન્સ સોઢીના રોલમાં એક્સેપ્ટ કરવા માટે તૈયાર ન હતા. લોકોની ડિમાન્ડ સામે મેકર્સે ઘુંટણ ટેકવવા પડ્યા અને ગુરુચરણ સિંહે વાપસી કરી

   વાપસી બાદ તે છ વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયેલો રહ્યો. જે બાદ 2020માં લોકડાઉન સમયે તેણે ફરીથી શો છોડી દીધો. ગુરુચરણ સિંહે બીજી વખત શૉ પોતાના પિતાનું ધ્યાન રાખવા માટે છોડ્યો હતો. તેમની સર્જરી થઈ હતી. એવામાં એક્ટિંગથી અંતર રાખતા ગુરુચરણ ઘરે રહીને જ પિતાનું ધ્યાન રાખતો હતો.

   એક વખત લાઈવ દરમિયાન ગુરુચરણ સિંહે ખુલાસો કર્યો હતો તે એક્ટિંગમાં શોખના કારણે નહીં પરંતુ દેવું ઉતારવા માટે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના માથા પર ઘણું દેવું હતું. લોકો પૈસા માગવા માટે તેની પાછળ પડી ગયા હતા. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો ત્યારે તેણે છ મહિનાની અંદર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોલ મળ્યો. આ શોથી તેના નસીબે વણાંક લીધો અને તેને પોતાનું દેવું ઉતાર્યું હતું.

(8:45 pm IST)