Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા

ધરપકડમાં લેવાયેલ લોકોમાંથી એક મોહમ્મદ રઝાક જેણે આતંકવાદીઓને ભોજન સહિતની મદદ કરી હતી.

નવી દિલ્હી : ભારતીય સુરક્ષા દળોએ પૂંછ આંતકી હુમલામાં રવિવારે છ લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ભારતીય વાયુસેનાના એક જવાન શહીદ થઈ ગયા હતા. ધરપકડમાં લેવામાં આવેલા લોકોમાંથી એકની ઓળખાણ મોહમ્મદ રઝાક તરીકે થઈ છે. જેના વિશે કહેવાય છે કે, તેણે આતંકવાદીઓને ભોજન સહિતની મદદ કરી હતી. આ ઘટનાક્રમ ત્યારે થયો ત્યારે સુરક્ષાકર્મીઓના ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સુરક્ષા દળોએ નાકાબંધી કરી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું છે.

આ સમગ્ર વિસ્તારમાં હવાઈ દેખરેખની વચ્ચે ભારતીય વાયુસેનાએ પોતાના કોર્પોરેલ વિક્કી પહાડેની શહાદત પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. જેમણે શનિવાર સાંજે હુમલામાં લાગેલી ઈજાના કારણે શહીદ થઈ ગયા હતા. ભારતીય વાયુ સેનાના સત્તાવાર અધિકારી એક્સ હેંડલ પર એક્સ પોસ્ટમાં કહેવાયું છે કે, સીએએસ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને ભારતીય વાયુ સેનાના તમામ કર્મી બહાદુર કાર્પોરલ વિક્કી પહાડેને સલામ કરે છે, જેમણે રાષ્ટ્રની સેવામાં પૂંછ સેક્ટરમાં સર્વોચ્ચ બલિદાન આપ્યુ છે. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે, અમે દુખની આ ઘડીમાં આપની સાથે મજબૂતીથી ઊભા છીએ.

   
(11:59 pm IST)