-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ચૂંટણી કાર્ડ સિવાય આ ૧૨ વૈકલ્પિક દસ્તાવેજ મતદાન કરવા માટે માન્ય રહેશે

મંગળવારે યોજાનાર ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મહિલાઓ, પુરૂષો, યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યાંગો અને થર્ડ જેન્ડર મતદારો વગેરે તમામ લોકો મતદાન કરી શકે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
તા. ૭ મેના રોજ મતદાનના દિવસે સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે.
ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે, મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ.
મતદાનના દિવસે મતદારો ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટ્રેશન) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર કે રાજય સરકાર અથવા જાહેર ક્ષેત્ર ઉપક્રમો તેમજ જાહેર લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતા યુનિક ડિસેબિલિટી આઇડી કાર્ડ વગેરે વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકશે.
ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ સખી મતદાન મથકો રાખવામાં આવેલ છે. જેમાં તમામ મતદાન સ્ટાફ તરીકે મહિલાઓ ફરજ બજાવશે. ૧ પી.ડબલ્યુ.ડી સંચાલિત મતદાન મથક ખાતે દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે તથા ૧ યુવા મતદાન મથક રાખેલ છે જેમાં યુવા કર્મચારીઓ ફરજ બજાવશે અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.
૭ મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર થયેલ છે, તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ સિવાય મતદાનના દિવસે ગરમીને અનુલક્ષી સંસદીય મત વિસ્તારોમાં મતદાન મથકો ખાતે તડકો ન લાગે તે માટે મંડપ, પંખા, કુલર, પ્રતિક્ષા સમય દરમિયાન બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા ઉભી કરાશે તથા ગરમીના કારણે મતદાન કરવા આવનાર મતદાતાઓ માટે મતદાન મથક ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓ.આર.એસ. તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જરૂરીયાત મુજબના મતદાન મથકો ખાતે પીવાનું પાણી, લીંબુ પાણી કે છાશની પણ સગવડ કરવાની સાથે ભીડ ન થાય તથા ઝડપી મતદાન પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવનાર છે.