-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો શાનદાર વિજય : ગુજરાત ટાઇટન્સને ચાર વિકેટે હરાવ્યું : પ્લે ઓફની આશા જીવંત
ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની વિસ્ફોટક ઇનિંગ્સ બાદ દિનેશ કાર્તિકે વિજયી ધ્વજ લાહેરાવ્યોઃ ગુજરાત તરફથી જોશુઆ લિટલે 4 વિકેટ ઝડપી

IPLમાં આજની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત ટાઇટન્સ છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર બોલિંગ કરીને IPL મેચમાં ગુજરાત ટાઇટન્સને 147 રનમાં આઉટ કરી દીધી હતી. એમ શાહરૂખ ખાન (37), રાહુલ તેવટિયા (35) અને ડેવિડ મિલર (30) સિવાય ગુજરાત માટે કોઈ બેટ્સમેન પ્રદર્શન કરી શક્યો નહોતો. RCB તરફથી યશ દયાલ, વિજયકુમાર વિશાક અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.
148 રનના લક્ષ્યાંક સામે વિરાટ કોહલીએ શાનદાર સિક્સર સાથે શરૂઆત કરી હતી. આ પહેલા RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુવા માનવ સુથાર ગુજરાત માટે ડેબ્યુ કરી રહ્યો છે. ગુજરાતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. તેના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે બંને વિકેટ લીધી હતી. પહેલા સાહા વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ત્યારબાદ GTનો કેપ્ટન શુભમન ગિલ મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. જીટીની ત્રીજી વિકેટ સાઈ સુદર્શનના રૂપમાં પડી. આ પછી ડેવિડ મિલર અને શાહરૂખ ખાને ટીમની કમાન સંભાળી હતી. પરંતુ પહેલા કરણ શર્માએ મિલરને ફસાવી દીધો અને તેના થોડા સમય બાદ વિરાટ કોહલીના એક સચોટ થ્રો પર શાહરૂખ ખાન રનઆઉટ થયો.
ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની વિસ્ફોટક ઇનિંગ્સના બળ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને ઘરઆંગણે હરાવીને IPLમાં ચોથી જીત નોંધાવી હતી. RCB 11 મેચમાં 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 10માથી 7મા સ્થાને પહોંચી ગઈ છે. RCBની જીત સાથે IPL 2024નું પ્લેઓફ સમીકરણ પણ રસપ્રદ બની ગયું છે. અત્યાર સુધી કોઈ પણ ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. RCB પાસે લીગ તબક્કામાં હજુ 3 વધુ મેચ રમવાની છે. ડુ પ્લેસિસની આરસીબી બાકીની ત્રણ મેચ જીતીને 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાનનો દાવો કરી શકે છે. જોકે, આ માટે તેણે શાનદાર જીતની સાથે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.
ગુજરાત ટાઇટન્સે આપેલા 148 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી RCB (RCB vs GT)ની ટીમે 13.4માં 6 વિકેટે 152 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.5 ઓવરમાં 92 રન જોડ્યા હતા. ડુપ્લેસિસે 23 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. તે જોશુઆ લિટલ દ્વારા શાહરૂખ ખાનના હાથે કેચ થયો હતો. આ પછી આરસીબીએ વિલ જેક્સ, રજત પાટીદાર અને ગ્લેન મેક્સવેલની વિકેટ ઝડપી એક પછી એક ગુમાવી હતી. જેક્સ એક રન બનાવીને આઉટ થયો હતો જ્યારે પાટીદાર 2 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો અને મેક્સવેલ 4 રનના અંગત સ્કોર પર લિટલને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીન પણ એક રન બનાવી લિટલ દ્વારા આઉટ થયો હતો. વિરાટ કોહલી 42 રન બનાવીને આઉટ થયો હતો. નૂર અહેમદે તેને પેવેલિયનમાં મોકલી દીધો. દિનેશ કાર્તિક 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો જ્યારે સ્પિનિલ સિંહે 15 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી જોશુઆ લિટલે 4 વિકેટ ઝડપી હતી.