Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

સાક્ષી માલિકની પ્રથમ પ્રતિક્રિયા: બ્રિજભૂષણની ધરપકડ તો છોડો, તેમના પુત્રને ટિકિટ આપીને ભાજપે આજે દેશની કરોડો દીકરીઓનું મનોબળ તોડી નાખ્યું છે

ભાજપ પર પ્રહાર કરતા વિશ્વવિખ્યાત ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું, બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ તો છોડો, આજે તેમના પુત્રને ટિકિટ આપીને ભાજપે દેશની કરોડો દીકરીઓનું મનોબળ તોડી નાખ્યું છે.

"ટિકિટ માત્ર એક જ પરિવારને જાય છે. શું દેશની સરકાર એક માણસની સામે આટલી નબળી છે? ભગવાન શ્રી રામના નામ પર માત્ર વોટ જોઈએ છે, તેમના બતાવેલા માર્ગનું શું ?"

સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું  અમે બધાએ અમારી કારકિર્દી દાવ પર લગાવી દીધી, ઘણા દિવસો સુધી તડકા અને વરસાદમાં શેરીઓમાં સૂઈ રહ્યા.  આજ સુધી કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણની ધરપકડ કરવામાં આવી નથી.  અમે કંઈ માગતા ન હતા, અમે માત્ર ન્યાય માગી રહ્યા હતા.

  

(9:34 am IST)