Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

જેલમાં રહેલા કેજરીવાલને ઈન્સ્યુલિન ન આપવાને લઈને વિવાદ થયો

 દિલ્હી કોર્ટના આદેશ પર બનેલા મેડિકલ બોર્ડે ગુરુવારે સલાહ આપી હતી કે કેજરીવાલને જેલની અંદર દિવસમાં બે વખત ઇન્સ્યુલિનનો હળવો ડોઝ આપી શકાય.

આ પહેલા સોમવારે કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિનનો હળવો ડોઝ આપવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૧ એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૧ માર્ચે ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વિનંતી કર્યા પછી પણ તિહાર પ્રશાસને કેજરીવાલને ઇન્સ્યુલિન પૂરું પાડ્યું નથી.
આ આરોપો બાદ કોર્ટના આદેશ પર મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી.

(10:10 pm IST)