Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

દિલ્હીએ મુંબઈ ઇન્ડિયનને 10 રનથી હરાવ્યું: ફ્રેઝર-મેગર્કે 84 રન બનાવ્યા :રસિક-મુકેશકુમારે 3 વિકેટ ઝડપી : તિલકે ફિફ્ટી ફટકારી

દિલ્હીના 257 રનના જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 247 રન જ બનાવી શકી

મુંબઈ :  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 10 રને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. મુંબઈએ પણ જોરદાર લડત આપી હતી પરંતુ ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન જ બનાવી શકી હતી.

  દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગાર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 47 અને શાઈ હોપે 41 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી લ્યુક વૂડ, જસપ્રિત બુમરાહ, પીયૂષ ચાવલા અને મોહમ્મદ નબીને 1-1 વિકેટ મળી હતી

  . મુંબઈ તરફથી તિલક વર્માએ 63, હાર્દિક પંડ્યાએ 46 અને ટિમ ડેવિડે 37 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 26 રન બનાવીને આઉટ થયા હતા અને ઈશાન કિશન 20 રન બનાવીને આઉટ થયા હતા. દિલ્હી તરફથી રસિક સલામ અને મુકેશ કુમારે 3-3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને પણ 2 સફળતા મળી.

   
(8:33 pm IST)