-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રનથી હરાવ્યું: કોલકતા પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી
કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા:જવાબમાં લખનૌની ટીમ 16.1 ઓવરમાં 137 રન જ બનાવી શકી હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી

કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રનથી હરાવ્યું છે. આ જીત સાથે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. IPL 2024ની 54મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા, જેના જવાબમાં લખનૌની ટીમ 16.1 ઓવરમાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી માર્કસ સ્ટાઈનિસે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી.
236 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને બીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. અર્શિન કુલકર્ણી 7 બોલમાં માત્ર નવ રન બનાવી શક્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 21 બોલમાં 25 રન બનાવ્યા હતા. દીપક હુડા 5 રન બનાવીને આઉટ થયો હતો, માર્કસ સ્ટાઈનિસ 21 બોલમાં 36 રન અને નિકોલસ પૂરન 10 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની 12 બોલમાં માત્ર 15 રન બનાવી શક્યો હતો. ટર્નરે 9 બોલમાં 16 રન, કૃણાલે 6 બોલમાં 5 રન, યુધવીરે 7 બોલમાં 7 રન અને રવિએ બે રન બનાવ્યા હતા. હર્ષિતે રવિને આઉટ કરીને લખનૌની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં આ સૌથી મોટો ટોટલ બની ગયો છે. આ પહેલા કોઈપણ ટીમ 200નો આંકડો પાર કરી શકી ન હતી. કોલકાતા તરફથી સુનીલ નરેને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી નવીન ઉલ હકે ત્રણ વિકેટ ઝડપી હતી
ફિલ સોલ્ટ અને સુનિલ નારાયણે કોલકાતાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ફિલ સોલ્ટ 14 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. બંને વચ્ચે 61 રનની ભાગીદારી થઈ હતી. નવીને ફિલને આઉટ કર્યો. સુનીલ નારાયણ 39 બોલમાં 81 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પોતાની ઇનિંગમાં તેણે 6 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આન્દ્રે રસેલ માત્ર 12 રન બનાવી શક્યો હતો. રઘુવંશી 26 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રનથી હરાવ્યું છે. આ જીત સાથે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે