Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

અમેરિકન એરબેઝમાં ટ્રૂપ્સ છાવણી નાખી રહ્યા હોવાની શંકાથી 1હજાર સૈનિકોને દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો


નવી દિલ્હી: અમેરિકાનાં સંરક્ષણ વિભાગના એક વિશિષ્ટ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે જે એરબેઝમાં અમેરિકન ટ્રૂપ્સ છાવણી નાખી રહ્યાં હતાં, તે ૧,૦૦૦ સૈનિકોને દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે અને તેનાં સ્થાને એક સપ્તાહમાં જ રશિયન દળો પહોંચી જશે અને એરબેઝનો કબ્જો લઇ લેવાનાં છે.બરોબર મધ્ય સહારામાં રહેલાં આ રાષ્ટ્રમાં લશ્કરી શાસન જ છે. તેને અમેરિકા સતત અનુરોધ કરતું રહ્યું છે કે તેમણે સત્તા છોડી દેશમાં લોકશાહી સરકાર સ્થાપવી જોઇએ. આ લશ્કરી જુન્ટાને પસંદ પડે તેમ જ ન હોવાથી તેણે અમેરિકા સાથે જ સંબંધો લગભગ કાપી નાખ્યા છે અને તેને પગલે તેણે અમેરિકન ટ્રૂપ્સને દેશ છોડી દેવા હુક્મ કર્યો છે. વાસ્તવમાં ગત વર્ષ સુધી નાઇજરમાં લોકશાહી સરકાર હતી તેને ઉથલાવી લશ્કરી જૂન્ટાએ સત્તા હાથમાં લઇ લીધી છે. હજી ૧,૦૦૦ જેટલા અમેરિકન સૈનિકો પાટનગર નિયામ્યેમાં છે, તેઓ જવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં જ રશિયન ટ્રૂપ્સ વિમાન દ્વારા આવતા રહ્યાં છે. આથી પરિસ્થિતિ તેવી સર્જાઇ છે કે રશિયન અને અમેરિકન ટ્રૂપ્સ પરસ્પરથી માત્ર થોડાં અંતરે હોવા છતાં તેઓ એકબીજાનો જરા પણ સંપર્ક રાખતા નથી. વાત સહજ છે. યુક્રેન યુદ્ધને લીધે રશિયા અમેરિકાને ઉભા રહ્યું બનતું નથી.

 

(7:14 pm IST)