-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજ્યસભા ચૂંટણીને લઇ પાંચ ઉમેદવારો દ્વારા સંપત્તિ જાહેર
નરહરિ અમીનની આવક ૪૭૬૮૩૬૬૫૦ રૂપિયા : શક્તિસિંહની સામે બિહારમાં હિંસાનો એક કેસ દાખલ

અમદાવાદ, તા. ૧૫ : ૨૬મી માર્ચના દિવસે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. આને લઇને ભાજપ અને કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ તેમની એફિડેવિટ દાખલ કરી દીધી છે. આ એફિડેવિટમાં ભાજપના ઉમેદવાર નરહરિ અમીને તેમની સંપત્તિ ૩૧.૦૭ કરોડ દર્શાવી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે ઉલ્લેખ કરતા કહ્યું છે કે, પટણામાં કોટવાલી પોલીસ સ્ટેશનમાં તેમની સામે રમખાણનો એક કેસ દાખલ થયેલો છે. શક્તિસિંહે એમ પણ કહ્યું છે કે, યુવાનોને રોજગારી પુરી પાડવામાં તેની નિષ્ફળતા બદલ કેન્દ્ર સરકાર સામે વિરોધ યોજીને રેલી યોજવામાં આવી હતી. બિહાર રાજ્ય કોંગ્રેસના ઇન્ચાર્જ પર આ કેસમાં આરોપ મુકવામાં આવ્યા હતા. જો કે, ચાર્જ હજુ પણ દાખલ કરાયા નથી. શક્તિસિંહે તેમની કુલ આવક ૫૩૦૪૪૦ દર્શાવી છે.
તેમની સામે બિહારમાં એક કેસ પણ નોંધાયેલો છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજની સંપત્તિ ૧૨૬૦૯૬૦ દર્શાવવામાં આવી છે. તેમની સામે કોઇપણ પ્રકારનો ગુનેગારી કેસ નોંધાયેલો નથી. કોંગ્રેસના ભરતસિંહની સામે કોઇપણ ગુનેગારી કેસ નોંધાયેલો નથી. રાજ્યસભા ચૂંટણી માટે પોતાની એફિડેવિટમાં ભરતસિંહે કુલ આવક ૧૪૬૮૦૫૮ નોંધાઈ છે. આવી જ રીતે ભાજપના રમીલાબેન બારાએ તેમની આવક ૭૭૨૪૭૦ દર્શાવી છે તેમની સામે પણ કોઇપણ ગુનેગારી કેસ નોંધાયેલો નથી. બીજી બાજુ વિધાનસભા સત્રને વહેલીતકે ટુંકાવી દેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. કારણ કે, કોરોના વાયરસને લઇને સાવચેતી રાખવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ૨૦૧૭ જેવી જ સ્થિતિ સર્જાય તેવી દહેશત કોંગ્રેસને દેખાઈ રહી છે. કોંગ્રેસમાં રહેલા સુત્રોના કહેવા મુજબ ધારાસભ્યોને સુરક્ષિત રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે.