-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજપીપળા ખાતે અચૂક મતદાનના સંદેશા સાથે રન ફોર વોટ જનજાગૃત્તિ રેલી યોજાઇ
- જિલ્લા સેવા સદન કચેરી થી, સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી બેનર્સ સાથે અચૂક મતદાનના સંદેશા સાથે રન ફોર વોટ જનજાગૃત્તિ રેલી યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના કાર્યક્રમ અન્વયે તા. ૦૭ મી મે, ૨૦૨૪ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લા સેવા સદન કચેરીનાં પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત “રન ફોર વોટ” માટે યોજાયેલી મતદાર જાગૃત્તિ રેલીને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીએ લીંલીં ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં નાયબ કલેકટર (તાલીમી) મુસ્કાન ડાગર, ૨૧-છોટાઉદેપુર મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાસ ગઢવી, સ્વીપનાં નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નિશાંત દવે, જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતાં.
“રન ફોર વોટ” જનજાગૃત્તિ રેલીમાં રાજપીપલાના વિવિધ વિભાગનાં સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાયા હતાં. જિલ્લા સેવા સદનના કચેરીનાં પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃત્તિ બેનર્સ સાથેની આ રેલી સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી પહોચી હતી. અને મતદાર જાગૃત્તિનાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિંમતી મતની અગત્યતા સાથે તા.૦૭ મી મે, ૨૦૨૪ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશો આપ્યો હતો.
મતદાર જાગૃત્તિ રેલીમાં “હું છું જાગૃત નાગરિક હું અવશ્ય કરીશ મતદાન”, “મતદાર જાગૃતિ દેશની પ્રગતિ”, “૦૭મી મેના રોજ ગુજરાત કરશે મતદાન”, “લોકશાહીનું કરીએ જતન, મતદાન અવશ્ય કરીશું એવુ આપીએ વચન”, વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા. ૦૭ મી મે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે જિલ્લાના મતદાતાઓને સંકલ્પબધ્ધ કરાયા હતાં