Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાજપીપળા શહેરના લગભગ દરેક વીજ પોલ ઉપર વાયરોની માયાજાળ...?! બોલ્ટેજ ડીમ થવાની ફરિયાદ

વારંવાર મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ રાખ્યા બાદ પણ વીજ પોલો ઉપર આડેધડ લટકતા વાયરોનું મેન્ટેનન્સ કેમ નથી કારાતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા વીજ કંપનીની લાલીયાવાડી દિવસે દિવસે વધી રહી હોઈ તેમ આકરી ગરમી માં કેટલીકવાર સૉર્ટ સર્કિટ ના બનાવો બનતા વીજળી ગુલ થતા લોકો ગરમીમાં શેકાઈ છે.

ચોમાસા પહેલા અને ત્યારબાદ કલાકો સુધી પ્રિ મોન્સૂન અને મેંન્ટેનન્સ માટે લાઈટો બંધ રાખવામાં આવે છે તે સમયે લટકતા જોખમી વાયરો કે અન્ય મરામત ન થતા હાલ શહેરના લોકોને આકરી ગરમીમાં લાઈટો વગર હેરાન થવું પડે છે.ત્યારે વીજ કંપનીના અધિકારીઓ કેમ પાણી આવતા પહેલા પાળ બાંધતા નથી.? મોટા ભાગના વીજ પોલો ઉપર આડેધડ લટકતા વાયરોની ક્યારેય મરામત થતી નથી તેના પરિણામે વારંવાર સૉર્ટ સર્કિટ ની ઘટના બનતા કલાકો વીજ પુરવઠો બંધ થતાં લોકો બેબાકળા બની જાય છે.ત્યારે સુરત ભરૂચ બેઠેલા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ માટે કડક પગલાં લઈ રાજપીપળા શહેર ના લોકોને આવી કાયમી તકલીફ માંથી બહાર કાઢવા યોગ્ય કામગીરી કરવા સ્થાનિક અધિકારીઓ ની ઊંઘ હરામ કરે તે જરૂરી છે.

   
(11:46 pm IST)