Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

સુરત શહેરમાં રીક્ષામાં મુસાફરોના સોનાના દાગીના ચોરી કરતી મહિલા ગેંગને ઝડપાઇ

પોલીસે પાંચ આરોપીઓને ઝડપી ૨.૧૫ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

સુરત, તા.૫

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષ અને મહિલાઓની ગેંગ રીક્ષામાં સવારી કરી રહેલ એકલી વૃદ્ધ મહિલાઓને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ડરાવી ધમકાવી ઘરેણાની ચોરી અને લુંટ કરી લેતી હોવાની ઘટનાઓ સામે આવતી હતી. જે અનુસંધાને ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિઆન ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે માન દરવાજા બંબાગેટ પાછળ આવેલ ટેનામેન્ટની બહાર જાહેરમાંથી ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે.ક્રાઈમ બ્રાંચ પોલીસે મોહમદ અસ્પાક ઉર્ફે ગોલ્ડન મોહમદ અબ્બાસ શેખ , મેહમુદ રજાક શેખ , અસ્મા હુસેન પઠાણ , મેમુના રજાક શેખ અને સલમા અહેમદ અન્સારીને પકડી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને મહિલાઓને રીક્ષામાં બેસાડી સહ મુસાફરના સ્વાંગમાં બેસેલી મહિલાઓ વૃધ્ધાઓને ડરાવી ધમકાવી સોનાના દાગીના અને રોકડ રકમની લુંટ કરી લેતા હતાપ.પકડાયેલ ગેંગ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છેપજેમાં ડીંડોલી પોલીસ મથકમાં એક ગુનો, સિંગણપોર પોલીસ મથકમાં ૧ ગુનો, અડાજણ પોલીસ મથકમાં ૪ ગુનાઓ નોંધાયેલા છે અને રાંદેર પોલીસ મથકમાં ૧ ગુનો નોંધાયેલો છે.

પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિષે પોલીસે જણાવ્યું હતું કે , આરોપીઓ એકલા જતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને રીક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી ઘરેણા ચોરી કરી લેતાપઆ ગેંગમાં મહિલાઓ પણ સામેલ છેપઆરોપીઓ મહિલાઓને એટલા માટે ગેંગમાં રાખતા કે જ્યારે ટાર્ગેટ વાળી મહિલાઓ દેખાય તો સરળતાથી તેમને રીક્ષામાં બેસાડી લેવાયપઆ ઉપરાંત આરોપીઓની ગેંગ પોલીસ કામગીરીથી વાકેફ હતા..એટલે જ્યારે પણ ચોરી, લુંટ કે સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા જવાના હોય તે પહેલા ઉધના દરવાજા પાસે પેઈન્ટર બાલાજી નીલેશ શિલોદ્રે વાળની દુકાને જઈ રેડીયમ નંબર વાળા સ્ટીકર બનાવડાવતા અને ચોરી કરવા જતા જે રીક્ષાનો ઉપયોગ કરવાના હોય તે રીક્ષાની નંબર પ્લેટ બદલી નાખતા અને ઘટનાને અંજામ આપતા હતા.

આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છેપપોલીસે નુરી ફિરોજ શેખ અને તમન્ના ઉર્ફે કાલુભાભીને વોન્ટેડ જાહેર કર્યા છેપપકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ૧.૧૬ લાખની કીમતના સોનાના દાગીના , રીક્ષા , મોબાઈલ અને રેડીયમ વાળા સ્ટીકર મળી ૨.૧૩ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો. પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી સલમા અન્સારી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે જ્યારે અસ્પાક ઉર્ફે ગોલ્ડન શેખ વિરુદ્ધ સુરત અને ભરૂચ પોલીસ મથકમાં ૧૫ જેટલા ગુનાનો નોંધાયેલા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)