Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 1001 રૂપિયાનો હાર પહેરાવી પ્રોત્સાહિત કરવાનો નવતર પ્રયોગ

પ્રાથમિક શાળા ઝરણાવાડીમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા ઝરણાવાડીમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આઠ વર્ષ સુધી પ્રાથમિક શાળામાં જે પણ પ્રવૃત્તિઓ કરી એના ભાગરૂપે પોતાના દ્વારા શાળા પ્રત્યેની જે ભાવનાઓ હતી એ વ્યક્ત કરી હતી. સાથે શાળાને ભેટ સ્વરૂપે વિદ્યાર્થીઓ દ્વારા દિવાલ ઘડિયાળ આપી પોતાનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો  હતો. શાળા પરિવાર પણ ધોરણ આઠના તમામ વિદ્યાર્થી ઓને એલાર્મ ઘડિયાળ આપી પ્રોત્સાહીત  કર્યા હતા. શાળાના  તમામ શિક્ષક મિત્રોએ પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન આપ્યા હતા.

    શાળાના આચાર્ય ભરતભાઈ ચૌધરીએ ધોરણ આઠમાં જે વિદ્યાર્થી એ લેખિત પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થીને 1001 રૂપિયાનો હાર પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા. હાર પેહરાવી વિદ્યાર્થીઓને પ્રોતસાહિત  કરવા એક નવો દાખલો બેસાડ્યો હતો. બાળકો વધુ સારી રીતે પરીક્ષામાં લખી શકે તે હેતુસર આ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમામ બાળકો અને વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું અને ભોજન બાદ તમામ શાળા પરિવાર એ તમામ શાળાના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી અને હસતા મોઢે વિદાય આપી હતી. આવી રીતે શાળામાં અનેરા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

   
(10:01 am IST)