Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કિયારાની ચાર ફિલ્મો કતારમાં

અભિનેત્રી કિયારા અડવાણીએ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તેની ફિલ્મો કબીરસિંહ અને ગૂડ ન્યુઝ સફળ રહી હતી. આ ફિલ્મો પછી કિયારા હવે ફિલ્મ ગિલ્ટીને કારણે ચર્ચામાં છે. નેટફિલકસની ઓરિજિનલ ફિલ્મ ગિલ્ડીમાં તે મોડર્ન ગર્લના રોલમાં છે. કિયારાએ કહ્યું હતું કે મેં કારકિર્દી શરૂ કરી ત્યારે મને એક જ પ્રકારના રોલ મળશે તો? એ વાતનો ડર હતો. હું જોતી હતી કે ઇન્ડસ્ટ્રીમાં કઇ રીતે અભિનેત્રીઓ એક જ પ્રકારના રોલ નિભાવી રહી છે. પણ મને જે ફિલ્મો ઓફર થઇ તેના રોલ એક બીજાથી તદ્દન અલગ હતાં. મારું નસિબ સારુ હતું કે મને અલગ-અલગ ઓફર મળતી રહી છે. 

હું લક્કી છું કે લોકોએ મને એક લિમિટેડ રોલ કરનારી અભિનેત્રી  સમજી લીધી નથી. કબીરસિંહનું મારુ પ્રીતિનું પાત્ર સોૈને ગમ્યું એ પછી ગૂડ ન્યુઝનો પંજાબી યુવતિનો રોલ પણ લોકોએ વખાણ્યો હતો. હવે ગિલ્ટીને પણ સારો આવકાર મળી રહ્યો છે આ કારણે હું અત્યંત ખુશ છું. કિયારા હવે પછી લક્ષ્મી બોમ્બ, ઇન્દૂ કી જવાની, ભૂલભૂલૈયા-૨, શેરશાહ જેવી ચાર ફિલ્મોમાં જોવા મળશે.

(9:47 am IST)