કિયારાની ચાર ફિલ્મો કતારમાં

અભિનેત્રી કિયારા અડવાણીએ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તેની ફિલ્મો કબીરસિંહ અને ગૂડ ન્યુઝ સફળ રહી હતી. આ ફિલ્મો પછી કિયારા હવે ફિલ્મ ગિલ્ટીને કારણે ચર્ચામાં છે. નેટફિલકસની ઓરિજિનલ ફિલ્મ ગિલ્ડીમાં તે મોડર્ન ગર્લના રોલમાં છે. કિયારાએ કહ્યું હતું કે મેં કારકિર્દી શરૂ કરી ત્યારે મને એક જ પ્રકારના રોલ મળશે તો? એ વાતનો ડર હતો. હું જોતી હતી કે ઇન્ડસ્ટ્રીમાં કઇ રીતે અભિનેત્રીઓ એક જ પ્રકારના રોલ નિભાવી રહી છે. પણ મને જે ફિલ્મો ઓફર થઇ તેના રોલ એક બીજાથી તદ્દન અલગ હતાં. મારું નસિબ સારુ હતું કે મને અલગ-અલગ ઓફર મળતી રહી છે.
હું લક્કી છું કે લોકોએ મને એક લિમિટેડ રોલ કરનારી અભિનેત્રી સમજી લીધી નથી. કબીરસિંહનું મારુ પ્રીતિનું પાત્ર સોૈને ગમ્યું એ પછી ગૂડ ન્યુઝનો પંજાબી યુવતિનો રોલ પણ લોકોએ વખાણ્યો હતો. હવે ગિલ્ટીને પણ સારો આવકાર મળી રહ્યો છે આ કારણે હું અત્યંત ખુશ છું. કિયારા હવે પછી લક્ષ્મી બોમ્બ, ઇન્દૂ કી જવાની, ભૂલભૂલૈયા-૨, શેરશાહ જેવી ચાર ફિલ્મોમાં જોવા મળશે.