Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

જાહનવીના આ શોર્ટ ડ્રેસની કિંમત છે ૧.૮૬ લાખ રૂપિયા

આ ડ્રેસ પર તેણે પહેરેલો નેકપીસ પણ એટલો જ આકર્ષક છેઃ એ નેકપીસ પર શિખુ લખેલું છે

મુંબઇ, તા.૪: જાહ્નવી કપૂરે તેનો ગ્લૅમરસ લુકવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ બ્લૅક ઍન્ડ વાઇટ શૉર્ટ ડ્રેસની કિંમત અંદાજે ૧.૮૬ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રેસ પર તેણે પહેરેલો નેકપીસ પણ એટલો જ આકર્ષક છે. એ નેકપીસ પર શિખુ લખેલું છે. શિખુ એટલે તેનો કહેવાતો બૉયફ્રેન્ડ શિખર પહાડિયા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેનો દોહિત્ર છે શિખર પહાડિયા. જાહનવી અને શિખરે હજી સુધી પોતાનાં રિલેશન જાહેર નથી કર્યાં, પરંતુ બન્ને સાથે હરતાં-ફરતાં દેખાય છે.

ફૅમિલી સાથે ઇટલીમાં થેપલાં અને પરાઠાંની જ્યાફત ઉડાવી હતી જાહનવીએ.

જાહનવી કપૂર જ્યારે ફૅમિલી સાથે ઇટલી ફરવા ગઈ હતી ત્યારે ત્યાં તેમણે વૅનમાં બેસીને થેપલાં અને પરાઠાંનો આનંદ લીધો હતો. એ વખતે તેની સાથે મમ્મી શ્રીદેવી, પાપા બોની કપૂર અને બહેન ખુશી કપૂર પણ હાજર હતાં. ઇટલીના અમાલ્ફી કોસ્ટની એ યાદગાર ટ્રિપને યાદ કરતાં જાહનવી કહે છે, 'અમારી આ મોટી ઇન્ડિયન ફૅમિલી પાસે એક વૅન હતી જેમાં અમે બધાં સમાઈ જતાં હતાં. અમારી સાથે અમારા કુક પણ રહેતા હતા, જે મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ હતા. મારા પપ્પા જ્યારે પણ ભારતની બહાર જતા તો તેઓ કેરી અને મરચાં સાથે લઈને જતા, કારણ કે ભારતની બહાર મરચાં ઓછાં તીખાં હોય છે. ત્યાં સાંજે લોકો રસ્તા પર મ્યુઝિક પ્લે કરે છે અને ડ્રિન્ક કરે છે. એનાથી ઊલટું અમારી મોટી જીપમાં અમે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક વગાડતાં થેપલાં અને પરાઠાંનો આનંદ લીધો હતો.'

(10:58 am IST)