Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

રજનીકાંત-અમિતાભ બચ્‍ચન સ્‍ટાર વેટ્ટાઇયાંનું શૂટિંગ શરૂ

૩૩ વર્ષ પછી એક સાથે આવ્‍યા : ‘હમ'ના ૩૩ વર્ષ બાદ રજનીકાંત અને અમિતાભ બચ્‍ચન ફરી એક વખત સાથે થયા છે રજનીકાંત અને અમિતાભ બચ્‍ચને ફિલ્‍મ ‘વેટ્ટાઇયાં'નું શૂટિંગ શરૂ કરી દીધું છે

મુંબઇ, તા.૪: ભારતીય ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીના બે મેગાસ્‍ટાર રજનીકાંત અને અમિતાભ બચ્‍ચનને કોઈ ઓળખની જરૂર નથી. એક સમય એવો હતો જ્‍યારે રજનીકાંત અને અમિતાભ બચ્‍ચને ઘણી ફિલ્‍મો સાથે કરી હતી, પરંતુ ૧૯૯૧ની હમ પછી બંને મેગાસ્‍ટાર સાથે જોવા મળ્‍યા નહોતા. હવે ફરી એકવાર રજનીકાંત અને અમિતાભ બચ્‍ચનની જોડી સિલ્‍વર સ્‍ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. હા...રજનીકાંત અને અમિતાભ બચ્‍ચને ફિલ્‍મ ‘વેટ્ટાઇયાં'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રજનીકાંત અને અમિતાભ સ્‍ટારર ફિલ્‍મ‘વેટ્ટાઇયાં'ના નિર્માતાઓએ ફિલ્‍મના સેટ પરથી બંને મેગાસ્‍ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રજનીકાંત અને અમિતાભ બચ્‍ચનની ફિલ્‍મ ‘વેટ્ટાઇયાં'ના નિર્માતા લાયકા પ્રોડક્‍શન્‍સે તેમના સત્તાવાર ટ્‍વિટર એકાઉન્‍ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. પ્રથમ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ તસવીરમાં અમિતાભ બચ્‍ચન અને રજનીકાંત એકસાથે પોઝ આપતા જોવા મળે છે. તો બીજા ફોટોમાં રજનીકાંત અને અમિતાભ બચ્‍ચન એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. ત્રીજા ફોટામાં અમિતાભ બચ્‍ચન અને રજનીકાંત વાત કરતા જોવા મળે છે. -પ્રોડક્‍શન હાઉસે એક કેપ્‍શન પણ લખ્‍યું છે - ધ ટાઇટન્‍સ ઓફ ઇન્‍ડિયન સિનેમા. સુપરસ્‍ટાર રણીકાંત અને શહેનશાહ અમિતાભ બચ્‍ચન મુંબઈમાં વેટ્ટૈયાના સેટ પર.

‘વેટ્ટાઇયાં' ભારતીય ફિલ્‍મ ઉદ્યોગના મેગાસ્‍ટાર રજનીકાંતની ૧૭૦મી ફિલ્‍મ છે. અને આ ફિલ્‍મથી અમિતાભ બચ્‍ચન તમિલમાં ડેબ્‍યુ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્‍મ ‘વેટ્ટાઇયાં'ની જાહેરાત ગયા વર્ષે ઓક્‍ટોબરમાં કરવામાં આવી હતી અને પ્રોડક્‍શન હાઉસે થોડા દિવસો પહેલા એક પોસ્‍ટર સાથે તેને જાહેર કરીને સિનેમાઘરોમાં તેની રિલીઝની પ્રશંસા કરી હતી. રિપોર્ટ્‍સનું માનીએ તો ‘વેટ્ટાઇયાં'ઁમાં રજનીકાંત-અમિતાભ બચ્‍ચન સાથે ફહદ ફાઝિલ, રાણા દુગ્‍ગાબાતી, રિતિકા સિંહ મંજુ વૉરિયર અને દુશારા વિજયન મહત્‍વની ભૂમિકામાં જોવા મળશે.

(10:51 am IST)