Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો જન્મદિન

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ

રાજકોટ : ધોરાજી-ઉપલેટા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાનો જન્મ ૧૯પર ના વર્ષની ૪ મે એ થયેલ.  આજે ૭૩માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં (મોટી પાનેલી) સભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલનાયક અને કુલપતિ, ગોધરાની ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીમાં કુલપતિ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. તેમણે આજે ચૂંટણીલક્ષી લોકસંપર્ક દ્વારા જન્મદિનની વિશીષ્ટ ઉજવણી કરી છે. મો. ૭૮૭૪૦ ૭૮૭ર૦ રાજકોટ

(12:18 pm IST)