Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

શહેર ભાજપના મહિલા અગ્રણી બાલુબેન મકવાણાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧: શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ નગર સેવક અનિલભાઇ મકવાણાના ધર્મપત્ની બાલુબેન મકવાણાનો આજે તા. ૧ મે ના રોજ જન્મ દિવસ છે. તેઓએ વોર્ડ નંબર ૪ ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ, શહેર ભાજપ મહિલા મોરચાના શહેર મંત્રી તેમજ શહેર ભાજપ મંત્રીની જવાબદારીઓ વહન કરી છે. તેઓ વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આજે તેમના જન્મ દિવસે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(2:48 pm IST)