Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2024

જામનગરના અકિલા ના જાણીતા ફોટોજર્નાલિસ્ટ - અનેક સંસ્થાઓ સાથે જાડાયેલા કિંજલ કારસરીયાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૦ : જામનગરના અકિલા'ના જાણીતા ફોટોજર્નાલિસ્‍ટ તેમજ અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા કિંજલ કારસરીયાનો કાલે તા. ૧ મેના જન્‍મદિવસ છે.

જામનગરમાં તા.૧-૫-૧૯૮૭માં અખાત્રીજે જન્‍મેલા કિંજલ કે. કારસરીયા ટીવી રીપોર્ટર પણ છે. ખુબ જ મળતાવડા સ્‍વભાવના વાળા કિંજલ કારસરીયા ટેકનોલોજી ક્ષેત્રે પણ સારું જ્ઞાન ધરાવે છે. જામનગરના જાણીતા પત્રકાર, ફોટોજર્નાલિસ્‍ટ કિંજલ કારસરીયા છેલ્લા ઘણા વર્ષોથી પ્રિન્‍ટ,ઇલેક્‍ટ્રોનિક અને ડીઝીટલ સોશ્‍યલ મીડિયા સાથે કાર્યરત છે. કિંજલ કારસરીયા લોકપ્રિય સાંધ્‍ય દૈનિક અકિલા દૈનિકના જામનગરના ફોટો જર્નાલિસ્‍ટ છે.

સાથે સાથે ઇટીવી અને હાલમાં ન્‍યૂઝ૧૮ નેટવર્કમાં જામનગર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ જામનગરમાં જીટીપીએલ અંજલિ કેબલમાં જામનગર એટ નાઈન ન્‍યૂઝમાં ઓનલાઈન ન્‍યૂઝ એડિટર તરીકે સેવા આપી ચુક્‍યા છે. આ ઉપરાંત જી.એસ.ટીવી સહિત પ્રાદેશિક અને અન્‍ય નેશનલ ઇલેક્‍ટ્રોનિક મિડિયામાં પણ ફરજ બજાવી ચુક્‍યા છે. કિંજલ કારસરીયા જામનગર પત્રકાર મંડળના ઘણા સમયથી કારોબારી સભ્‍યો અને હાલમાં ઉપપ્રમુખ પણ છે. જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક તરીકે પણ સેવા આપી ચૂક્‍યા છે.

મહાદેવ હર મિત્ર મંડળ-હિન્‍દુ ઉત્‍સવ સમિતિમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી ચુક્‍યા છે. કિંજલ કારસરીયાને વર્લ્‍ડ રેકોર્ડ ઇન્‍ડિયા દ્વારા નાની વયે પત્રકારત્‍વ ક્ષેત્રે એડિટર તરીકેની કામગીરીને પણ રેકોર્ડ એનાયત કરી સન્‍માનિત કરાયા છે. આ ઉપરાંત પટેલ યુવા ગ્રુપ-ગુજરાતના કન્‍વીનર, સમસ્‍ત પાટીદાર સમાજના સરદારધામની વિશ્વ પાટીદાર મિડિયા કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના કન્‍વીનર પણ છે. કિંજલ કારસરીયા છેલ્લા બે ટર્મથી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્‍ય છે. તથા તેઓ પ્રણામી ધર્મ સાથે અંતરનો નાતો ધરાવે છે. તેમજ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે.

તેમના ૩૮માં જન્‍મદિને મિત્રો શુભેચ્‍છકો દ્વારા મોબાઇલ ૯૯૯૮૮ ૭૭૦૮૧ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(11:46 am IST)