Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2024

જુનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાનો જન્‍મદિવસ

પ્રભાસ-પાટણ- જુનાગઢ તા.29: જુનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાનો આજે તા.29 એપ્રિલે જન્‍મદિવસ છે. તા.29-4-1989ના રોજ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે જન્‍મેલા અનિલકુમાર રાણાવસિયા 2014 ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે.

એન્‍જીનીયરીંગમાં બી.ટેક સુધીનો અભ્‍યાસ કરનાર તેઓ જામનગર ખાતે ટ્રેનિગમાં તબકકામાં તેઓ ફરજ બજાવી ચુકયા છે. રાજય સરકાર સનદી નોકરીમાં જોડાયા બાદ ખેડામાં આસીસ્‍ટંટ કલેકટર, ગાંધીનગર ચુંટણી શાખા અન્‍ડર સેક્રેટરી, ફુડ એન્‍ડ સીવીલ સપ્‍લાય અન્‍ડર સેક્રેટરી, રાજકોટ જીલ્લા પંચાયત વિકાસ અધિકારી તરીકે યશસ્‍વી કામગીરી બજાવી. રાજકોટ કોરોના કાળમાં પ્રજાલક્ષી સુંદર કામગીરી રહી હતી. તેઓને જન્‍મદિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહયો છે.(2.8)

 

(12:15 pm IST)