Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2024

ધીરૃભાઇ તળપદા છે મક્કમ, પ્રજા સાથે અડીખમ : હેપ્પી બર્થ ડે

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પર શુભેચ્છા વર્ષા

રાજકોટઃ જનસેવાની સૌરભ મહેકાવતા જાણીતા જનસેવક શ્રી ધીરૃભાઇ તળપદા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. પડધરીની પાડોશમાં આવેલ મોવૈયાના શ્રી ધીરૃભાઇ તળપદાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૩માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.

શ્રી ધીરૃભાઇ તળપદા રાજકીય કારકિર્દીના પ્રારંભે મોવૈયા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ હતા. હાલ મોવૈયા સહકારી મંડળીના સુકાની છે. એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી તેમના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જિલ્લા પંચાયતના ચુંટાઇને કારોબારી અધ્યક્ષ પદ સુધી પહોંચેલા. ગામની સુપ્રસિધ્ધ ગરબીના સંચાલનમાં અને લોકોપયોગી સહકારી પ્રવૃતિમાં તેમનો સિંહફાળો છે. આ ધુરંધર ધરતીપુત્રએ મહેનતથી પ્રતિષ્ઠા અને સફળતાનો સોળ આની પાક ઉગાડ્યો છે. (૨૨.૭)

મો. નં. ૯૮૯૮૬ ૯૧૧૧૧ અને ૭૦૪૩૦ ૯૧૧૧૧ મોવૈયા.

(10:22 am IST)