Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2024

હળવદના સેવાભાવી યુવા ભાજપ અગ્રણી તપનભાઇ દવેના જન્‍મદિન નિમિતે રવિવારે વિનામૂલ્‍યે મેગા મેડિકલ કેમ્‍પ

વિનામુલ્‍યે દવા, એકસ-રે, ઇસીજી, આરબીએસ, ઓપરેશનની સુવિધા

રાજકોટ તા. ર૬ :.. હળવદના સેવાભાવી નવ યુવાન, જીવદયાપ્રેમી, ગૌ સેવક, મોરબી જીલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઇ દવેનો જન્‍મ દિવસ સેવાકાર્યો સાથે ઉજવવામાં આવશે.

જે અંતર્ગત તા. ર૮-૪-ર૪ ને રવિવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્‍યા સુધી એચઇએસ સ્‍કુલ, આઇટીઆઇ કેમ્‍પસ, શિશુ મંદિર પાસે, સરા રોડ, હળવદ ખાતે આયુષ સુપર-સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ મોરબી દ્વારા વિનામૂલ્‍યે મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કેમ્‍પમાં વિનામૂલ્‍યે દવાઓ, એકસ-રે, ઇસીજી, આરબીએસ તથા મા-કાર્ડ તથા આયુષ્‍માન કાર્ડ ધારકો માટે ઓપરેશનની નિઃશુલ્‍ક સારવાર કરી અપાશે.

આ કેમ્‍પમાં કાર્ડીયોલોજી હૃદય રોગના નિષ્‍ણાંત, ઓર્થોપેડીક હાડકાંના ડોકટર, ન્‍યુરો સર્જન મગજ અને કરોડરજજુનાં નિષ્‍ણાંત, જનરલ સર્જન જનરલ સર્જરીનાં નિષ્‍ણાંત, યુરોલોજીસ્‍ટ પેશાબ, પથરી, પ્રોસ્‍ટેટનાં નિષ્‍ણાંત, ગાયનેકોલજીસ્‍ટસ્ત્રી રોગના નિષ્‍ણાંત, પીડીયાટ્રીક બાળકોના રોગનાં નિષ્‍ણાંત, પ્‍લાસ્‍ટીક સર્જન પ્‍લાસ્‍ટીક સર્જરીનાં નિષ્‍ણાંત  તબીબો સેવા આપશે.

આ કેમ્‍પ માટે વિશ્વ હિન્‍દુ પરિષદ પાટિયા ગ્રુપ છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ફ્રેન્‍ડસ યુવા ગ્રુપ યુવા ભાજપ ધર્મપ્રેમી સેવા મંડળ હળવદ એજયુકેશન સોસાયટી (એચઇએસ-સ્‍કુલ-આઇટીઆઇ), શ્રી સરસ્‍વતી શીશુ મંદિરનો સહયોગ પ્રાપ્ત થયો છે.

વધુ માહિતી માટે મો. ૭પ૭પ૦ ૮૮૮૮પ, ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. કેમ્‍પનો લાભ લેવા તપનભાઇ દવેએ આમંત્રણ પાઠવ્‍યું છે

(10:54 am IST)