Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2024

રાજકોટના બામ્બા પરિવારમાં શુભલગ્ન : ચિ.મીરા * ચિ.શનિ - ચિ.પ્રિયા * ચિ.અર્જુન

રાજકોટ : અ.સૌ. મનુબેન બામ્બા તથા સાંજણભાઇ અનુભાઇ બામ્બાની સુપુત્રી ચિ. મીરાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ભાનુબેન અને દિલીપભાઇ રત્નાભાઇ સાંગડીયાના સુપુત્ર ચિ. શનિ સાથે તથા અ.સૌ. રતનબેન તથા ભોલાભાઇ અનુભાઇ બામ્બાની સુપુત્રી ચિ. પ્રિયાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. સોનુબેન તથા ગોપાલભાઇ દેવદાનભાઇ બોળીયાના સુપુત્ર ચિ.અર્જુન સાથે તા.ર૮ને રવિવારે નિરધાર્યા છે.

મંડપ મુહુર્ત આજે સવારે ૮ વાગ્યે થયા બાદ કાલે તા.ર૮ ને રવિવારે સાંજે પ વાગ્યે જાન આગમન, ૭.૩૦ વાગ્યે હસ્તમેળાપ તથા ૭.૩૦ વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

આમંત્રીતોને ઉપસ્થિત રહેવા સાજણભાઇ અનુભાઇ બામ્બા, ભોલાભાઇ અનુભાઇ બામ્બા, વાલાભાઇ અનુભાઇ બામ્બા પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.

(2:18 pm IST)