-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
લોકડાઉનમાં આર્થિક તંગીથી કંટાળીને ઝેરી દવા ગટગટાવીને યુવકનો આપઘાત

જામનગર, તા.૨૧: અહીં ટીટોડીવાળી પાછળ, બંગલા વાડીમાં રહેતા ઉમરભાઈ અલ્લારખાભાઈ કાસરીયા, ઉ.વ.પ૦ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૯-ર૦ર૦ના આ કામે મરણ જનાર શહબાજભાઈ ઉમરભાઈ કાસરીયા, ઉ.વ.ર૩, રે. ખોજાનાકા, ટીટોડીવાડી પાછળ બંગલા વાડી, જામનગરવાળાની આર્થીક પરીસ્થિતી નબળી હોય અને લોકડાઉન હોય જેથી આવક સ્ત્રોત ઓછો હોય જેથી કંટાળી જઈ કોઈ ઝેરી દવા પી જતા મરણ થયેલ છે.
અજાણ્યા મોટરસાયકલ ચાલકે પાછળ ઠોકર મારતા બે ને ઈજા
સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ રામજીભાઈ વાઘેલાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-૯-ર૦ર૦ના જકાતનાકા, ગોકુલનગર હનુમાનજી મંદિર પાસે આરોપી અજાણ્યો મોટરસાયકલ ચાલક પુર ઝડપે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી વિનોદભાઈના મોટરસાયકલ રજી.નં. જી.જે.-૧૦-આર.-૮પ૬૪ ને પાછળથી ઠોકર મારી ફરીયાદી વિનોદભાઈને જમણા હાથમાં ફેકચરની ઈજા કરી તથા શરીરે મુંઢ ઈજા કરી તથા સાહેદ વિજયભાઈને શરીરે મુંઢ ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.
દારૂની બોટલ સાથે ઝડપાયો
જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલ કાંતિભાઈ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૯-ર૦ર૦ના જામનગર અંબાજી ચોક, સવાભાઈ શેરી તરફ જવાના રસ્તા પાસે આ કામના આરોપી મનીષ નરભેરામભાઈ કુંભારાણા, રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર દારૂ બોટલ નંગ-૧, કિંમત રૂા.પ૦૦/- સાથે લઈ જાહેરમાં નીકળતા ઝડપાઈ ગયેલ છે.
શોર્ટ લાગતા યુવાનનું મોત
લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામે રહેતા વનીતાબેન દિનેશભાઈ સોનગરા, ઉ.વ.૪૦ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૯-ર૦ર૦ના આ કામે મરણ જનાર દિનેશભાઈ ખીમજીભાઈ સોનગરા, ઉ.વ.૪૦, રે. મચ્છુબેરાજા ગામવાળા મચ્છુબેરાજાગામની સીમમાં આવેલ પોતાની વાડીએ માંડવીમાં દવા છાંટવા ગયેલ હોય તે દરમ્યાન ઈલેકટ્રીક શોર્ટ લાગવાથી મરણ થયેલ છે.
બીમારીથી વૃઘ્ધનું મોત
ઝાખરના પાટીયા પાસે આવેલ ચાંમુડા હોટલમાં રહેતા હાજાભાઈ રણમલભાઈ ઓળેદરા, ઉ.વ.૪૮, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૯-ર૦ર૦ના ગોપાલભાઈ અરજણભાઈ ચૌહાણ, ઉ.વ.પપ, રે. ઝાંખર પાટીયા, ચામુંડા હોટલ વાળાને છેલ્લા દોઢ -બે વર્ષથી ઝાખર પાટીયાની આસપાસ રખડતો ભટકતો હોય અને એકલવાયુ જીવન ગુજારતો હોય જેને બંન્ને પગમાં ગેગરીંગ (સડો) હોય જેના કારણે આજરોજ મરણ થયેલ છે.
સિકકામાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા
સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-૯-ર૦ર૦ના ભગવતી કોલોની, શંકરના મંદિર પાછળ, દિપુબેન દિનેશભાઈના મકાન સામે, સિકકામાં આ કામના આરોપીઓ દિપુબેન દિનેશભાઈ મથ્થર, વિજય ભીમાભાઈ ઓડીચ, હંસાબા મહીપતસિંહ જાડેજા, શકિતસિંહ મહીપતસિંહ જાડેજા, ગાયત્રીબેન ભરતભાઈ કોહલી જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂા.૧૩૬૮૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
ચકકર આવતા પડી જતા વૃઘ્ધનું મોત
અહીં ઈન્દીરા સોસાયટી શેરી નં.૯/બી માં રહેતા દિલુભા બાબુભા જાડેજા, ઉ.વ.પ૦ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪-૯-ર૦ર૦ના બાબુભા નારણજી જાડેજા, ઉ.વ.૭૭, રે. નવાગામ ઘેડ, આરોગ્ય કેન્દ્રની બાજુમાં શેરી નં.-૧, જામનગરવાળા પોતાની સાયકલ લઈને અંબર છત્રીથી પોતાના ઘર તરફ જતા હોય ત્યારે ચકકર આવતા પડી જતા માથાના ભાગે ઈજા થતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.
છાતીમાં દુઃખાવો ઉપડતા વૃઘ્ધનું સારવાર દરમ્યન મોત
કાલાવડ તાલુકાના ભીમાનુગામે રહેતા કમલેશભાઈ જેન્તીભાઈ સોલંકી, ઉ.વ.૩ર, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦-૯-ર૦ર૦ના જેન્તીભાઈ નથુભાઈ સોલંકી, ઉ.વ.પપ, રે. ભીમાનુગામ વાળા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં છાતીમાં દુઃખાવો થતા સારવાર સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.