-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાવનગર મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની નવી પહેલઃ પોરબંદરથી પશ્ચિમ બંગાળમાં માછલીઓના પરિવહનમાં વધારો

પોરબંદર, તા. ર૧ : ભાવનગર મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયુ) ની નવીન પહેલથી પશ્ચિમ બંગાળ માટે પોરબંદર સ્ટેશનથી પાર્સલ ટ્રેનમાં માછલીની તેમજ અન્ય વસ્તુઓના પરિવહનમાં વધારો થયો છે.
ભાવનગર રેલ્વે મંડળના સિનિયર કોમર્શિયલ મેનેજર વી.કે. ટેલરના જણાવ્યા મુજબ, હાલમાં નિયમિત ટ્રેનો દોડતી ન હોય ત્યારે નવા ગ્રાહકોને આકર્ષવાની શકયતાઓને શોધવા માટે, વાણિજય વિભાગ દ્વારા ઔદ્યોગિક સર્વે કરવામાં આવ્યો હતો અને મોટા વેપારીઓને મળીને રેલ્વે પરિવહન સેવા અપનાવવા પ્રેરણા મળી હતી. પરિણામે, રેલ્વેને નવા ગ્રાહકો મળ્યા અને રેલ્વેની આવકમાં વધારો થયો.
ભાવનગર રેલ્વે મંડળથી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન ૦૯ એપ્રિલ ૨૦૨૦ થી દોડી રહી છે. આ પાર્સલ ટ્રેનની ૭૨ ટ્રીપ પોરબંદર સ્ટેશનથી ગઈ છે, જેમાંથી ભાવનગર ડિવીજન ને ૧.૩૫ કરોડની આવક થઈ છે. આ પાર્સલ ટ્રેનમાં માછલી, ફિશિંગ નેટ, પાપડ, કિચન આઈટમ્સ, હાર્ડવેર, મેડિકલ આઈટમ્સ (સેનિટાઈઝર વગેરે) શામેલ છે, પ્લાસ્ટિકની વસ્તુઓ અને અન્ય સામાન્ય વસ્તુઓ લોડ કરવામાં આવી છે. પોરબંદર સ્ટેશનથી ૮ પાર્સલ વાન બુક કરાઈ હતી, જે મંડળને ૧૦.૬૯ લાખ રૂપિયાની આવક આપી હતી. પોરબંદર સ્ટેશનથી પશ્ચિમ બંગાળમાં ૧૪,૧૧,૧૮૦ કિલોગ્રામ માછલીઓ મોકલવામાં આવી હતી, જેમાંથી રેલવેને આશરે ૭૮ લાખ રૂપિયાની આવક થઈ છે. આ રીતે ૧૩૮૧૨૦ કિલો વજનવાળા ફિશિંગ નેટ / પીવીસી બેગના ૨૪૨૭ પેકેટો લોડ થયા હતા, જેનાથી રેલવેને ૭૫૧૨૩૫ રૂપિયાની આવક થઈ હતી.
આ ફિશિંગ નેટ ટાટા અને રાઉરકેલાને મોકલવામાં આવી છે. વેપારીઓને માર્ગ દ્વારા મોકલવામાં ૧૦ દિવસનો સમય લાગ્યો હતો, જેને રેલવે દ્વારા માત્ર ૪૦ કલાકમાં પહોંચાડવામાં આવ્યો હતો. વેપારીઓને ઓછા સમયમાં અને સસ્તા દરે માલ મોકલવાની સુવિધા મળી અને રેલ્વેની આવકમાં પણ વધારો થયો છે. બીડીયુના પ્રયાસ રંગ લાવી રહ્યો છે અને પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનમાં પરિવહન માટેનો માલ વધી રહ્યો છે અને રેલવેની આવક પણ સમાન પ્રમાણમાં વધી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે ભાવનગર મંડળમાં આ લોડિંગ શકય બન્યું છે. આવનારા સમયમાં આવા ટ્રાફિકમાં વધુ વધારો થવાની સંભાવના છે.(૯.પ)