-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મોરબીમાં મારામારીના ગુન્હામાં આઠ વર્ષથી નાસતા ફરતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી તા. ૨૧ : જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઉદા પોરતીના નાનજીભાઈ મૈડા, લીલા ઉદાભાઈ મૈડા રહે બંને એમપી અને દીલ્લા મકના આદિવાસી રહે એમપી એમ ત્રણ ઇસમોને પાડાપુલ નીચેથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવેલ છે ઝડપાયેલ આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી મારામારીના ગુન્હામાં નાસતા ફરતા હતા જેને ઝડપી લેવાયા છે
લાલપર નજીકથી સગીરાનું અપહરણ કરનાર ત્રણ વર્ષે ઝડપાયો
મોરબી જીલ્લામાંથી સગીર બાળકોના થયેલ અપહરણના ગુન્હાઓના ભેદ ઉકેલવા મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ કાર્યરત હોય જેમાં મોરબીના લાલપર નજીક સિરામિક ફેકટરીની ઓરડીમાંથી આરોપી પીન્ટુ નરસિંહ બહાદુર રહે યુપી વાળો સગીરાનું અપહરણ કરી ગયો હોય જે આરોપી યુપી હોવાની બાતમીને આધારે ટીમને ઉત્તરપ્રદેશ રવાના કરી હતી અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
દારૂ સાથે એક ઝડપાયો
સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાટકીવાસ ચોક પાસેથી પસાર થતા સ્કૂટરને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ અને ૦૪ બીયર ટીન મળી આવતા પોલીસે દારૂ-બીયર અને સ્કૂટર સહીત રૂ ૩૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી અમીન રાજુભાઈ રાઠોડ રહે મોરબી સિપાઈવાસ વાળાને ઝડપી લેવાયો છે જયારે આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો કાસમ ખુરેશી રહે મોરબી સિપાઈવાસ વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.(૨૧.૧૯)