-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જુનાગઢમાં રાત્રે મીની વાવાઝોડા વરસાદ બાદ બીજા દિવસે સામાન્ય વાતાવરણ
ઝંઝાવાતી પવને લોકોને એક કલાક બાનમાં લીધા

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૧ : જુનાગઢમાં રાત્રે મીની વાવાઝોડા સાથે થયેલા વરસાદ બાદ આજે બીજા દિવસે સવારથી એકંદરે સામાન્ય વાતાવરણ પ્રવર્તે છે.
ગઇકાલે સાંજે જુનાગઢ સહિતના વિસતારોમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. જેમાં માણાવદરમાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો હતો.
જયારે કેશોદમાં રર મીમી, જુનાગઢ ૧ર, ભેંસાણ ૪૩, માળીયા ૧૬, વંથલી ૧ઠ અને વિસાવદરમાં ૧૮ મીમી મળી કુલ ર૧પ મીમી વરસાદ નોંધાયો હતો.
પરંતુ મધરાત્રે જુનાગઢ સહિતના વિસ્તારોમાં ફરી વાવાઝોડુ ફુકાયુ હતુ અને વરસાદ શરૂ થયો હતો. ઝંઝાવાતી પવને એક કલાક સુધી જુનાગઢવાસીઓને બાનમાં લીધા હતા. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.
જો કે ૬૦ મીનીટ બાદ હળવા વરસાદ મીની વાવાઝોડું શાંત થઇ ગયુ હતુ. જેમાં કેટલુક નુકસાન પણ થયુ હતુ. આજે સવારથી જુનાગઢમાં સામાન્ય વાતાવરણ છે. જો કે સવારના ૬ થી૮માં મેંદરડા ખાતે ૩ મીમી વરસાદ નોંધાયો હતો.