-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાણવડમાં બાગબાન તમાકુના ત્રણ બાચકા સાથે બે શખ્સો ઝડપાયા : ચાલાલાથી નકલી માંગ મંગાવેલ

ખંભાળીયા,તા.૨૧ : ભાણવડ ટાઉનમાં પીપળાશેરીમા રહેતો શાહનવાઝ ઉર્ફે સાવન અનીશભાઇ મલેક તેના મકાને ડુપ્લીકેટ બાગબાન તમાકુના પાઉચનો જથ્થો મંગાવી વેચાણ કરે છે. તેવી હકીકત આધારે રેઇડ કરી બાગબાન ૧૩૮ના તમાંકુના ડુપ્લીકેટ તમાકુના પાઉચોના જથ્થા સાથે પકડી પાડેલ અને આના આરોપીના મકાનેથી બાગબાન ૧૩૮ તમાંકુના નાના પાઉસ ભરેલ બે સુપરના બાચકા તથા આરોપી નં. ૧ના કબ્જામાંથી બાગબાન ૧૩૮ તમાકુના નાના પાઉસ એક સુપરનું બાચકુ ભરેલ મળેલ જેથી કંપનીના નીમાયેલ કોપી રાઇટ અને ટ્રેડમાર્કનું રક્ષણ કરતા નિષ્ણાંતને બોલાવી ખરાઇ કરાવતા આ પકડેલ જથ્થાના બાગબાન ૧૩૮ તમાકુના પાઉચ ડુપ્લીકેટ હોવાનું જણાવેલ
પુછપરછમાં ડુપ્લીકેટ તમાકુનો જથ્થો ચલાલા ખાતેથી લીધેલ હોવાનું જણાવેલ. જેથી ત્રણ પ્લાસટીકના સુપરના બાચકામાંથી કુલ -૨૨૦ રોલ જેમાં બાગબાન ૧૩૮ કંપનીના માર્કા મારેલ ડુપ્લીકેટ પાઉચ નંગ-૧૮,૭૨૦ (જે એક પાઉચની કિ. રૂ. ૫ લેખે) કુલ ૯૩,૬૦૦/-ના મુદામાલ સાથે બંને આરોપીઓને હસ્તગત કરી ભાણવડ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે. આ ડુપ્લીકેટ બાગબાન ૧૩૮ કંપનીના પાઉચનો આંતર જિલ્લા રેકેટનો પર્દાફાશ કરી ચલાલા ગામ સુધી તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ- (૧) પુનીતભાઇ વલ્લભભાઇ પતાણી લોહાણા ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહે- ભાણેશ્રવર મંદીર સામે ભાણવડ (૨) શાહનવાઝ ઉર્ફે સાવન અનીશભાઇ દોદાઇ મલેક ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે- પીપળાશેરી ભાણવડ છે અને (૩) ફરારી વિશાલભાઇ કૂંભાર રહે. ચલાલા ગામ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડાની સુચના મુજબ પો.સ.ઇ. વી.એમ.ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઇ નુકમ, રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, નરસીભાઇ સોનગરા, હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, જેસલસીહ જાડેજા, બલભદ્રસીહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, સહદેવસીહ જાડેજા, હસમુખભાઇ કટારા, મહેન્દ્રસીહ જાડેજા, પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.