-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ઝાલાવાડના ધોળીધજા - નાયકા - ભોગાવો-૨ - વડોદ ડેમ ઓવરફલો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૧ : વઢવાણ અને લીંબડી તાલુકામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લીંબડી ભોગાવો નદી-૨ ઉપર આવેલ વઢવાણનો વડોદ ડેમ ઓવરફલો થયો હતો અને ડેમમાં સતત પાણીની આવક વધતાં તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવ્યો હતો.
જયારે તંત્ર દ્વારા નીચાણવાળા ગામો વળોદ, ઉઘલ, બોડીયા, બલદાણા, સૌકા, લીંબડી, ઉંટડી, ચોકી, ચોરણીયા, પાણશીણા, જાખણ, ખંભલાવ, દેવપરા, કાનપરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
જયારે બીજી બાજુ મુળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નાયકા ડેમ પર ઓવરફલો થયો હતો અને ડેમનું પાણી છોડવામાં આવતાં ધોળીધજા ડેમ પણ ઓવરફલો થયો હતો ત્યારે ચાલુ ચોમાસાની સીઝનમાં સતત ૮મી વખત ઓવરફલો થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
તંત્ર દ્વારા નીચાણવાળા ગામો જોરાવરનગર, રતનપર, મેમકા, ભડીયાદ, શીયાણી સહિતના ગામોને એલર્ટ કરાયા હતાં. આમ જિલ્લામાં ફરી ઉપરવાસ તેમજ વરસાદને પગલે ડેમોમાં પાણીની નવી આવક થતાં ડેમ ઓવરફલો થયાં હતાં.