-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કચ્છમાં કોરોનાનો આતંક : અનેક તબીબો અને સ્વામિનારાયણ સંતો સંક્રમિત : કેસોમાં જબ્બર ઉછાળો
મોતનો આંક એક્સો ? જો કે, આરોગ્ય કમિશનર, પ્રભારી સચિવની મુલાકાત પછીયે તંત્ર દ્વારા આંકડાઓ છુપાવાતા લોકોમાં વહીવટ સામે સવાલો

ભુજ તા. ૨૧ : બે દિ'માં ૬૧ નવા કેસ અને ૩૫૭ જેટલી મોટી સંખ્યામા એક્ટિવ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાએ બરાબરનો ભરડો લીધો છે. દિનપ્રતિદિન કોરોનાની ઝપેટમાં આવનાર વર્ગ વધી રહ્યો છે. ભુજના ૧૦ જેટલા ખાનગી તબીબો અને ભુજ સ્વામિનારાયણ મંદિરના ૧૫ જેટલા સંતો કોરોનાની ઝપેટમાં આવી જતાં તેમના સંપર્કમા આવનાર બહોળા વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કચ્છમાં વધુ એક મોત સાથે સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને ૫૯ થઈ છે. જયારે તંત્રના જ સરકારી આંકડાઓ જોઈએ તો એક્ટિવ કેસ ૩૫૭ અને સાજા થયેલા દર્દીઓ ૧૩૫૮ બંનેનો સરવાળો ૧૭૧૫ થાય છે. જયારે કુલ દર્દીઓની સંખ્યા ૧૮૧૫ છે. જેમાથી ૧૭૧૫ બાદ કરીએ તો ૧૦૦ દર્દીઓની ઘટ આવે છે. આ ૧૦૦ દર્દિયોના મોતની આશંકા છે.
આ બાબતે કચ્છના કોંગ્રેસી આગેવાનોએ મોતની સંખ્યા અંગે તારિખવાર યાદી જાહેર કરવાની માંગ કરી છે. જોકે, આヘર્ય એ વાતનું છે કે, અત્યાર સુધી આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલ કચ્છમાં ચાર ચાર દિવસ રોકાયા છતાંયે પોઝીટીવ દર્દીઓની વાસ્તવિક સંખ્યાᅠ મોતના સાચા આંકડાઓ જાહેર કરવાની ન તેમણે તસ્દી લીધી છે, નથી તંત્રએ પ્રયાસ કર્યો. પરિણામે લોકોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે અવિશ્વાસ અને સરકારના વહીવટ સામે સવાલો અને ચર્ચા થઈ રહ્યા છે.