-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જોડિયાના રણજીતપરમાં ઇકોલોજી કમિશન દ્વારા બનાવવામાં આવેલ કોઝવે ઉદ્ઘાટન પહેલાં જ પાણીમાં ગરકાવ બાજુમાં આવેલ ખેડૂતોની જમીન નદીમાં સમાય જતાં વિરોધ

જામનગર,તા. ૨૧: જોડિયા તાલુકાના રણજીતપર ગામ માંથી જૂનીઆજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેકટ દ્વારા વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂપિયા ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા.
કોરોના વાયરસ ની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદદ્યાટન પણ કરવામાં આવ્યું નહોતું ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં તણાઈ ચૂકયો હતો જેને લઇને સ્થાનિક ખેડૂતોની જમીનને ખુબજ નુકસાન પહોંચ્યું છે. આ કોઝવે બાંધવાથી ખેડૂતોને આશા હતી કે પોતાની જમીન સુરક્ષિત અને સામા કાંઠે આવન-જાવન માટે થઈને સહેલાઈ રહેશે. પરંતુ ચાર જ માસમાં પાણીમાં ગરકાવ થઈ ચૂકયો હતો.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારી અને અણ સમજણના કારણે અમારા જમીનોનું નુકસાન થયું છે જે કોઝવે ની ડિઝાઇન બનાવવા માં આવી તે સમયે સ્થાનિક સરપંચ, સભ્યો, કે ગામના ખેડૂતોની રજૂઆતો કે સૂચનો સાંભળ્યા વગર અધિકારીઓએ પોતાની મનમાની થી ઓફિસોમાં બેસીને આ કોઝવે ની ખોટી ડિઝાઇનો બનાવી ને નિયમોને અવગણીને ઘનશ્યામ કન્ટ્રકશન નો સંચાલક પરેશ પટેલ દ્વારા કોઝવે બનાવી નાખવામાં આવેલ જેથી હાલ ભારે વરસાદના કારણે અંદાજે રૂપિયા ૫૬ લાખ ખર્ચનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
જે સમયે કોઝવેનુ કામ ચાલતું હતું એ દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઇ અમારી ન્યૂઝ ચેનલ દ્વારા આ કોઝવે ના કામમાં ઘનશ્યામ કન્ટ્રકશન નબળી ગુણવત્ત્।ા નુ માલ મટીરીયલ તેમજ ટેન્ડરમાં દર્શાવેલા નિયમો ને દ્યોડીને પી જતા હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલું. ઇકોલોજી કમિશનના ભ્રષ્ટ અધિકારીઓના પાપે મળતિયા ઓને કોન્ટ્રાકટ આપવામાં આવતા હોય જેને લયને કોઈ જ પ્રકારની તપાસ કર્યા વિના કામ ચાલુ રાખવામાં આવી રહ્યું હતું.
પૂર્વ માજી સરપંચ ગીરીશભાઈ વેગડ જે સમયે કોઝવેનું કામ ચાલતું હતું તે દરમિયાન જ એજન્સી સામે પ્રશ્ન ઉઠાવતા એક પણ અધિકારી કે સરપંચ એ ધ્યાનમાં લીધું નહોતું તેથી ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓના પાપે અમારા ગામના ખેડૂતોની હજારો વીદ્યા જમીનુ ધોવાણ થયું છે જેનું વળતર સરકાર યોગ્ય નિર્ણય લઈને અમને ચૂકવે તેવી રજુઆતો કરી હતી.
રણજીતપર ગામના પૂર્વ માજી સરપંચ કાળુભાઈ પરમારે જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન લાખો કયુસેક પાણી આ જૂની આજી નદી માંથી પસાર થતું હોય છે. બીજી બાજુ થી દરિયાંના ખારા પાણી ની વેરો આવાથી ખેતીની જમીન ને ભારી માત્રામાં નુકશા થાય છે જેથી ખેડૂતોને પોતાના ખેતીકામ માટે આવવા જવા નાં રસ્તા બંધ થઈ જતા હોય તે માટે સરકારમાં અનેક રજૂઆત ને લઈને આ કામ હાથ ઉપર લેવામાં આવે પરંતુ અમુક વખત સરકારી તંત્રના કર્મચારી અને ઘનશ્યામ કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવતા કામોનંો કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથીં જેનો સીધો લાભ આવી કન્ટ્રકશન એજન્સીઓ ઉઠાવતી હોય છે.
આ કોઝવે પાણીમાં ગરકાવ થઇ જવાથી રણજીતપર ગામના સરપંચ જોસનાબેન હરિલાલ રાઘવાણી દ્વારા મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાથે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, જીવણભાઈ કુંભાવડીયા એ સ્થળ મુલાકાત લઈને આ કોઝવેમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ કોઝવે ને સમયાંતરે ફરી એજન્સીના ખર્ચે સુસજ્જ બનાવી આપવા સરકારમાં અમે પણ રજૂઆત કરશુ એવી ગ્રામજનોને ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા એ ખાતરી આપી હતી.